________________
૨૮૬.
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન... સંબંધી આરાધન વગેરે બીજી તિથિમાં કરવું. આ પાદનો ઉપયોગ આ રીતે કરવું –જે આઠમ તિથિની વૃદ્ધિ હેય, તે તે તિથિ વિષયક તપ વગેરે લૌકિક ટિપ્પણ અનુસાર આવેલી બીજી આઠમે કરવું, જ્યારે ચિદશની વૃદ્ધિ હોય, ત્યારે પાક્ષિક પ્રતિક્રમણ વગેરે ચૌદશની આરાધના બીજી ચૌદશે કરવી; પૂનમ અને અમાસની વૃદ્ધિ હોય, ત્યારે તે તિથિ સંબંધી આરાધના વગેરે બીજી પૂનમે અને બીજી અમાસે કરવું; ભાદ્રપદની સુદ ચોથની વૃદ્ધિ થયે છતે, સાંવત્સરિક પ્રતિક્રમણ બીજી એથે કરવું આ પ્રમાણે અર્થ સમજ.
ખરેખર, અમે જાણીએ છીએ કે પૂણિમાં અને અમાવાસ્યાનો ક્ષય હોય ત્યારે ઉમાસ્વાતિના વચનના પ્રૉષનો ઉપર કહેલી રીતે અર્થ લાગુ પાડતાં, કેટલાકના મત પ્રમાણે વિરોધ ઊભા થાય જ છે. તે આ પ્રમાણે –પૂર્ણિમા અને અમાવાસ્યાનો ક્ષય હોય ત્યારે તે તિથિઓનું અનુષ્ઠાન ઉપર કહેલા નિયમને અનુસરતાં ચૌદશે કરવાનું આવે, એ ચૌદશ તો પાક્ષિક પ્રતિક્રમણ માટે રોકાયેલી છે તેથી, યે પૂર્વ તિથિઃ વાર્થી એ વચન પ્રમાણે પૂર્ણિમા અને અમાવાસ્યાની આરાધના જે ચૌદશે કરાય તે ચૌદશનો લેપ થવાનો પ્રસંગ આવે, અને એ લોપન પ્રસંગ આવે ત્યારે ચૌદશમાં નક્કી થયેલું પાક્ષિક અનુષ્ઠાન કેવી રીતે કરી શકાય ? એમ ઘણા શાસ્ત્રકારેને સંદેહ થયો છે, અને તેમને અનુસરતા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી વગેરે છે. આ બાબતમાં હીરપ્રશ્નમાં જે વ્યવસ્થા સૂચવી છે તે જ અમને રેગ્ય જણાય છે. તે વ્યવસ્થા એવી છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાની આરાધના પાક્ષિકની પેઠે તિથિનિયત નથી, પણ અભિગ્રહ વગેરે સ્વરૂપ છે, અને અભિગ્રહ વગેરેનું આરાધન તિથિનિયત નથી, તેથી તેનું અનુષ્ઠાન પહેલાં કે પછી થઈ શકે છે. આ જ અભિપ્રાયથી, હીરપ્રશ્નમાં “પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેનું તપ કેવી રીતે કરવું?” એ પ્રશ્નના જવાબમાં “તેરશ ચૌદશે, ભૂલી જવાય તે પડેવેએ પણ એમ કહેલું છે. પાક્ષિક પ્રતિક્રમણ તે ચૌદશે જ નિયત છે માટે તે ચૌદશે જ કરવું. પૂણિમાં અને અમાવાસ્યાનું તપ ઘણે ભાગે અભિગ્રહ રૂપ હેવાથી, તે પહેલાં કે પછી કરવામાં કોઈ પણ દોષ નથી. પાક્ષિક આરાધન સાથે વિરોધ ન આવતું હોય તે ચૌદશે પણ તે કરી શકાય છે–એમ સૂચવવા માટે જ, અમે માનીએ છીએ કે “તેરશ ચૌદશે” એમાં ચૌદશને નિર્દેશ છે. જેમ પાક્ષિક પ્રતિકમણ ચૌદશમાં નિયત થયેલું છે, તેમ સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદ્રપદની સુદ ચોથમાં નિયત થયેલું છે, તેથી તે અનુષ્ઠાન તિથિનિયત જ છે. ખરું કહીએ તો, યુગપ્રધાન શ્રી કાલકાચાર્યની પહેલાં તેનું અનુષ્ઠાન ભાદ્રપદની સુદ પાંચમે જ સર્વે કરતા, પણ કેઈરાજાના આગ્રહથી પાંચમનિયત ઈન્દ્રમહ નામના ઉત્સવ સાથે વિરોધ ન આવે તે માટે જ તેમણે સાંવત્સરિક પ્રતિકમણ ચોથમાં ઠરાવ્યું. ત્યારથી માંડીને ભાદ્રપદ સુદ પાંચમનું પ્રધાન પર્વતિથિપણું મટી જ ગયું, તેથી વર્તમાનમાં એક સામાન્ય શુભ તિથિ તરીકે જ તેનું આરાધન કરવું રહ્યું.
વળી અમે નિશ્ચયથી જાણીએ છીએ કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, ઉમાસ્વાતિના વચનના પ્રઘોષનો અર્થ, જુદી રીતે કરવાની ઈચ્છા રાખે છે. તેમનું વ્યાખ્યાન જે રીતે વ્યાખ્યાનાભાસ છે, વાયાર્થનિર્ણયના ન્યાયથી અસમર્થિત છે અને શાસ્ત્રવિરૂદ્ધ છે, તે અમે આગળ જતાં આઠમા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચામાં વિસ્તારથી દર્શાવીશું. તેને (વચનuષનો) ઉપર બતાવ્યો એ જ અર્થ શાસ્ત્રસિદ્ધ છે, એગ્ય છે, શાઅપરંપરાથી અવિરૂદ્ધ છે અને વાક્યર્થનિર્ણયના સિદ્ધાન્તોના ટેકવાળે છે, એ જ અહીં અમે કરી કરીને કહીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org