________________
..લવાદી ચર્ચાને અન્તે આવેલા લવાદશ્રીના નિર્ણય ]
શ્લાકાર્યનો અધિક માસના સંબંધમાં પણ ઉપયાગ કરી શકાય છે . અને એવા ઉપયાગ મહાપાધ્યાય શ્રી ધર્મસાગરજીએ પેાતાના ગ્રન્થમાં કર્યો પણ છે. આમાં આવતા તિથિવૃદ્ધિના ઉલ્લેખ, એમ જણાવે છે કે–ઉમાસ્વાતિના સમયે ચાલતાં ટિપ્પણામાં પણ તિથિઓની વૃદ્ધિ પ્રસિદ્ધ હતી. આમ હાઈ ને, ઉમાસ્વાતિના વચનના પ્રશ્નેાષ તરીકે પ્રસિદ્ધ તિથિક્ષયવૃદ્ધિનું વિધિ-નિયામક આ શાસ્ત્ર પ્રમાણભૂત છે—એવું સઘળા ય શ્રી જૈન સંઘે સ્વીકારવું જોઇએ, અને તેના જ સર્વ રીતે ઉપયાગ કરીને તિથિક્ષયવૃદ્ધિનો નિર્ણય કરવા જોઈએ, એવા અમે નિર્ણય કરીએ છીએ.
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી ‘ આગમાહારક ’ એવા યથાર્થ બિરૂદને ધારણ કરનારા તરીકે વિખ્યાત છે. બીજાં શાસ્ત્રોમાં પણ તેમની વિદ્વત્તા મહાન પંડિતાને આશ્ચર્ય પમાડે છે અને શાસ્ત્ર તથા પરંપરાને તે પ્રમાણ કરનારા છે. તેમ છતાં, અમાએ લીધેલી મૌખિક જુબાનીમાં જે તેઓએ “ જો કે ‘ ક્ષયમાં પૂર્વતિથિ કરવી’ એ પ્રથમ શ્લેાકચરણનું પ્રામાણ્ય અમે માનીએ છીએ, તા પણ જૈન ટિપ્પણમાં તિથિઓની વૃદ્ધિ જ નથી તેથી ‘વૃદ્ધિમાં પછીની તિથિ કરવી' એ તેના ખીજા ચરણના પ્રામાણ્ય વિષે જ અને સંશય છે”–એમ કહ્યું, તે અમને ઘણા વિસ્મય પેદા કરે છે. જો સિદ્ધાન્તટિપ્પણ આજ સુધી ચાલતું હોત તા, તેમનો આ મત વિચારમાં લેવા ચેાગ્ય થાત. સિદ્ધાન્તટિપ્પણુના ઉચ્છેદથી અને અત્યારના જૈનોએ લૌકિક ટિપ્પણના કરેલા સ્વીકારથી, તેમનો આ મત અમે સહી શકતા નથી. તેથી—
" क्षये पूर्वा तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा'
35
૨૮૫
તે બન્ને ય ચરણાનો, તપાગચ્છના અને બીજા પણ શાસ્ત્રકારાએ વારંવાર નિર્દેશ કરેલા હેાવાથી, અગિયારમી સદીથી માંડીને તે બન્ને ચ ચણાને શાસ્ત્ર તરીકે માનેલાં હોવાથી, આગમા સાથે તેનો વિરાધ નહિ હોવાથી અને તે અહુજનસંમત હોવાથી, જીતવ્યવહાર પરંપરાથી તેનું પ્રામાણ્ય સિદ્ધ છે જ. અને સિદ્ધાન્તટિપ્પણનો ઉચ્છેદ તથા લૌકિક ટિપ્પણનો સ્વીકાર, એ તેમાં કારણ છે, તેથી આ શાસ્ત્ર જ છે એવા નિશ્ચય થાય છે.
Jain Education International
હવે આ શાસ્ત્રનો અર્થ શે। અને આ શાસ્ત્રને તિથિઓના વૃદ્ધિ ક્ષયના વિષયમાં કેવી રીતે લાગુ પડાય છે, તે વિષયમાં અહીં કાંઇક માત્ર વિચારીએ છીએ. વિસ્તાર તેા, પછીથી આઠમા વિવાદાસ્પદ મુદ્દાના વિચારમાં ફ્રી થશે. મીમાંસા વગેરે શાસ્રાના રચનારાઓએ વાકયના અર્થનિર્ણયને માટે જે નિયમનો ઉપયેગ કર્યા છે, તેના આધારે પ્રથમ ચરણનો અર્થ આવા થાય છે. તે આ પ્રમાણે: “ ક્ષયે પૂર્વા તિથિ યંતિ ” ટિપ્પણમાં કઈ તિથિનો ક્ષય જણાય ત્યારે તેની જગ્યાએ પૂર્વતિથિ કરવી; એટલે કે–ક્ષીણ તિથિ વિષયક આરાધના વગેરે પૂર્વની તિથિએ કરવું. આ ચરણનો ઉપયાગ આ પ્રમાણે કરાયઃ—જો આઠમ તિથિ ક્ષીણ થઈ હાય, તે તેને લગતાં તપ વગેરે ક્રિયાનાં કાર્યો લૌકિક ટિપ્પણમાં આવતી પૂર્વની સાતમ તિથિએ કરવાં; એ પ્રમાણે જો ચૌદશનો ક્ષય થાય, તે તેની આરાધના, પાક્ષિક પ્રતિક્રમણ લૌકિક ટિપ્પણમાં આવેલી પૂર્વની તિથિ તેરશે કરવું; પૂનમ કે અમાસનો ક્ષય થયા હાય, ત્યારે તે તિથિ સંબંધી તપ વગેરે, જો પાક્ષિક પ્રતિક્રમણ સાથે વિશેષ ન આવતા હોય તા, લૌકિક ટિપ્પણમાં આવેલી ચૌદશે કરવું; ભાદ્રપદની સુદ ચેાથનો ક્ષય હાય, તે સાંવત્સરિક પ્રતિક્રમણ લૌકિક ટિપ્પણ પ્રમાણે આવેલી પૂર્વની તિથિ ત્રીજે કરવું. બીજું ચરણ ‘વૃદ્ધો જાર્યા તથોત્તા' તેનો અર્થ આ પ્રમાણે: ટિપ્પણમાં કાઇ તિથિની વૃદ્ધિ જણાય ત્યારે પછીની બીજી તિથિ કરવી; એટલે કેવૃદ્ધિ પામેલી તિથિ
For Personal & Private Use Only
www.jainelibrary.org