SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ [ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વારાધન. ભાદ્રપદ વગેરે આગમવિરૂદ્ધ અધિક માસને લૌકિકની પેઠે લોકેત્તર વિષયમાં પણ સ્વીકારવાથી અને માત્ર પર્વતિથિઓના વૃદ્ધિ-ક્ષયને જ નહિ સ્વીકારવાથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અર્ધજરતીય (“દહીંદુધમાં પગ રાખવો એ ) ન્યાયને અનુસરે છે, અને એથી તે લોકક્તિ સાચી ઠરે છે. પાંચમે વિવાદાસ્પદ મુદા : સિદ્ધાન્તટિપ્પણના બુરછેદ પછી શ્રી જૈન સંઘે લૌકિક અને લોકેત્તર વ્યવહારમાં લૌકિક ટિપ્પણને જ આદર કર્યો છે એમ પહેલાં કહ્યું છે અને કરાવ્યું છે. તે લૌકિક ટિપ્પણમાં, સિદ્ધાન્તટિપ્પણમાં નહિ મળી આવતા છથી વધારે તિથિઓના અનિથતપણે ક્ષયે, તેમાં સર્વથા નહિ મળતી એવી તિથિવૃદ્ધિઓ તેમ જ પિષ અને આષાઢ સિવાયના શ્રાવણ, ભાદ્રપદ વગેરે કેટલાક માસનું અધિકપણું, એમ એ વિશેષતાઓ જોવા મળે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે આગમગ્રન્થમાં જે કે તિથિઓને ક્ષય જણાવ્યું છે તેમ જ દરેક યુગમાં પાંચછ ક્ષીણ પર્વતિથિઓ આવે છે, તો પણ ત્યાં ક્યા શાસ્ત્રને અવલબીને ક્ષીણ તિથિઓની આરાધનાના વિષયમાં નિશ્ચય કરે?—એવું એનું નિયમન કરનાર કઈ પણ શાસ્ત્ર મળી આવતું જ નથી. પિષ અને આષાઢ તે ચોમાસાની બહાર રહે છે તેથી તે મહિનાઓથી પ્રધાન પની આરાધનામાં કઈ વિરોધ સંભવતું નથી અને તેથી જ ઘણું કરીને તે વિષયનું કેઈ પણ શાસ્ત્ર પ્રરૂપેલું નહિ જ હોય એવી સંભાવના કરાય છે. હવે તેમાં પ્રથમ તિથિઓને ક્ષય એટલે શું અને વૃદ્ધિ એટલે શું, તથા અધિક માસ એટલે શું?–એ કાંઈક વિચારીએ. તેમાં ચન્દ્રની ગતિ ઉપર આધાર રાખતું તિથિનું પ્રમાણ કેઈ વાર ચેપન ઘડીનું અને કઈ વાર છાસઠ ઘડીનું પણ હોય છે, જ્યારે સૂર્યની ગતિ ઉપર આધાર રાખતું દિન-રાતનું પ્રમાણ લગભગ સાઠ ઘડી જેટલું હોય છે, તેથી એવું સંભવિત બને છે કે કેઈક દિવસે કેઈક તિથિ સૂર્યોદયને સ્પર્શતી જ નથી અને કેઈક તિથિ બે દિવસ સૂર્યોદયને સ્પર્શ છે. જે તિથિ સૂર્યોદયને નથી જ સ્પર્શતી તે ક્ષીણ તિથિ કહેવાય છે, અને જે તિથિ બે વાર સૂર્યોદયને સ્પર્શે છે તે બે ઉદયના સ્પર્શવાળી વૃદ્ધા તિથિ કહેવાય છે અને જે ચાન્દ્રમાસમાં સૂર્ય બીજી રાશિમાં સંકમત નથી તે અધિક માસ ગણાય છે. તિથિને ક્ષય કે વૃદ્ધિ થતાં તથા માસની વૃદ્ધિ થવા છતાં, આરાધનાને ક્ષય અને વૃદ્ધિ નથી જ થતી. તેથી તિથિનો નિશ્ચય અને તિથિને નિર્ણય આવશ્યક બને છે. હવે, “શું કઈ એવું શાસ્ત્ર છે કે જે વૃદ્ધિ-ક્ષયના વિષયમાં નિર્ણય માટે નિજાએલું હોય?” –એવા પ્રશ્નના ઉત્તરમાં અમે હા કહીએ છીએ. જો કે સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે આગમમાં એવું શાસ્ત્ર મળી આવતું નથી, તે પણ આગમબહારના ઘણા ગ્રન્થમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ થયેલું તપાગચ્છના પ્રમાણભૂત ગ્રન્થકારે અનેક વાર પિતતાના ગ્રન્થમાં ઊદ્ધરેલું– “થે પૂર્વ તિથિઃ જા (ગ્રાહ્યા) વૃદ્ધ વાર્તા (રહ્યા) તત્તરા” આવું બે શ્લેકચરણ રૂપ શાસ્ત્ર જ અહીં વિધાયક અને નિયામક શાસ્ત્ર છે, એમ શાસ્ત્રકાર નિઃસંદેહ માને છે. જો કે આ કાર્ય આજે પ્રસિદ્ધ ઉમાસ્વાતિના ગ્રન્થોમાં ક્યાંઈ પણ દેખાતે નથી જ, તે પણ અનેક વાર પરંપરાથી ઉમાસ્વાતિના વચનના પ્રૉષ તરીકે તેને ઉલ્લેખ થયેલો હોવાથી, તેના અપ્રામાયનો વિચાર પણ થઈ શકે તેમ નથી જ. આ શ્લોકાર્ધમાં તિથિઓની વૃદ્ધિ અને ક્ષયને સાક્ષાત્ ઉલ્લેખ છે. અને વાક્યર્થમાં અતિદેશ થઈ શકતું હોવાથી આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy