________________
...લવાદી ચર્ચાને અને આવેલ લવાશ્રીને નિર્ણય ]
૨૮૩ બીજું, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એમ માને છે કે દેવસૂર તપાગચ્છના જેમાં ઉપર જણાવેલી જ આચારપ્રણાલી, ત્રણ સદીઓથી છતવ્યવહાર તરીકે સિદ્ધ છે. એમણે જણાવેલી આ વ્યવસ્થાના શાસ્ત્રસિદ્ધત્વની અને જીતવ્યવહારસિદ્ધત્વની અમે આગળ પરીક્ષા કરીશું. એટલું તે અહીંયાં અવશ્ય કહેવું જરૂરી છે કે જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી સિદ્ધાન્તટિપ્પણના પુનરૂદ્ધાર અને પુન:પ્રચારની અપેક્ષા રાખે છે તે પ્રથમ તેમણે આગમ પ્રમાણેની તેની રચના કરવી જોઈએ, અને તેમાં રહેલી ત્રુટિઓ સમાન ત–સિદ્ધાન્તોને સ્વીકારીને પૂરવી જોઈએ. તે પછી શ્રી જૈન સંઘ અન્ય ધર્મના પંચાંગને ત્યાગ કરીને પુનરૂદ્ધાર કરેલા જૈન પંચાંગને જ સ્વીકાર કરે તે વિષયમાં પ્રયત્ન કરે જોઈએ. નવું જૈન ટિપ્પણ સંઘ સ્વીકારે ત્યારે તેમાં પૂર્ણિમા અને અમાવાસ્યા સિવાયની કઈ પણ પર્વ પછીની (પર્વ)તિથિની વૃદ્ધિ કે ક્ષય ન થતાં હેવાથી, માત્ર પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ અને ક્ષયને ઉદ્દેશીને કઈ પણ શાસ્ત્રસિદ્ધ વ્યવસ્થાનું પ્રતિપાદન કરવું જોઈએ. પણ તેમણે આવું કશું ય કર્યું નથી અથવા તો અમે એવા માર્ગના અનુસરણને પસંદ કરતા નથી, કારણ કે તેથી ક્રિયાઓમાં સંકરતા થવાને સંભવ, બીજા પ્રત્યવાયો આવવાનો ભય અને તેને લીધે સંઘમાં ભેદે થવાનો ભય છે. અમને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના પોતાની વિદ્વત્તાના યથાર્થ અભિમાન માટે બહુમાન હોવાથી અમે (આવું) નવું આગમપંચાંગ રચવા માટે, કેઈ શ્રાવણ વદ એકમે યુગારંભને યોગ્ય દિવસ મળે છે કે નહિ તેને નિશ્ચય કરવા ઘણું ઉપલબ્ધ પંચાગે જોયાં અને તે કેઈ યુગારંભદિવસ દેખાયો નહિ, તે પણ અમે અહીં નાંધીએ છીએ.
વિવાદાસ્પદ મુદા ચેાથો ઃ વીતેલાં ઘણાં વર્ષોનાં મળી આવેલાં ચંડાશુડુ પંચાંગનાં પુસ્તકની અમે પરીક્ષા (તપાસ) કરી. તેમાં ઘણે ભાગે, દર વરસે દસ લગભગ ક્ષીણ તિથિઓ અને પાંચ-છ વૃદ્ધિ પામેલી તિથિઓ, તથા પિષ અને આષાઢને છેડીને બીજા પણ શ્રાવણ ભાદ્રપદ વગેરે અધિક માસો જોવામાં આવે છે, તેથી તેના પ્રમાણિકપણાને સ્વીકારવાની ઈચ્છા ન હોય, તે પણ તપાગચ્છના આચાર્યો શ્રી સાગરાનન્દસૂરિજી વગેરેએ તેના પ્રમાણિકપણાને સ્વીકારવું જોઈએ, એ ચેથા વિવાદાસ્પદ મુદ્દામાં અમારે નિર્ણય છે. એટલે કે શ્રાવણ, ભાદ્રપદ, વગેરે સિદ્ધાન્તબહારના અધિક માસનું પ્રામાણ્ય જેમ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ માન્યું જ છે, તેમ સિદ્ધાન્તબહારની તિથિઓના ક્ષયે અને એ રીતે સિદ્ધાન્તબહારની તિથિઓની વૃદ્ધિઓ પણ તેમણે માનવી જોઈએ. કેઈક તપાગચ્છના શ્રાવકે વિકમના ૧૯૪૫ મા વરસનું પંચાંગ
જૈન ધર્મનું પંચાંગ” એવા નામથી છાપેલું છે. તેમાં પણ તિથિઓના વૃદ્ધિ-ક્ષ જોવા મળે છે. તેથી તપાગચ્છીય જેની વૃદ્ધિ-ક્ષય સ્વીકારવાની પરંપરા સિદ્ધ થાય છે, એ અમારે અભિપ્રાય થાય છે. આ કેઈ પણ પંચાંગપુસ્તકમાં, આગમેમાં જણાવેલી પદ્ધતિ પ્રમાણે તિથિઓને ક્ષય અમે જે નથી, અને શ્રાવણ વગેરે અધિક માસ તથા તિથિની વૃદ્ધિઓ જોઈ છે. માટે આમ હોવાથી, સિદ્ધાન્તટિપ્પણના વ્યુછેદ બાદ, લૌકિક પંચાંગમાં આવતા જ વૃદ્ધિ-ક્ષો જે રીતે હોય તે રીતે માનવા જોઈએ, અને તેને માન્ય રાખીને લૌકિક અને લકત્તર વિષયમાં તેને તે મુજબ ઉપયોગ કરે જોઈએ, એ જ એગ્ય માર્ગ છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આગમવિરૂદ્ધ છતાં પણ શ્રાવણ-ભાદ્રપદનું અધિકમાસપણું લોકેત્તર વિષયમાં પણ માને જ છે, તેથી એ જ લોકેત્તર વિષયમાં (પર્વતિથિના) વૃદ્ધિ-ક્ષયને તેઓને અસ્વીકાર એ અમને કદાહ લાગે છે. શ્રાવણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org