________________
...લવાદી ચર્ચાને અને આવેલે લવાદશીને નિર્ણય ]
૨૮૧ છ તિથિઓને ક્ષય થાય ત્યારે કયા શાસ્ત્રને અનુસરીને આરાધના કરી ગણાય? તેની પૂર્વેની અપર્વતિથિને ક્ષય કરીને કે કઈ બીજી રીતે ?–એમ તેમને પૂછવું જોઈએ. પિષની પૂર્ણિમાને અને આષાઢની પૂર્ણિમાનો ક્ષય આવતો ત્યારે, એ તિથિ પર્વ પછીની હોવાથી ત્રયોદશીને ક્ષય કરીને જ તે તિથિઓની આરાધના થતી હતી એ જે તેમને મત હોય, તે કયા શાસ્ત્રના પ્રમાણથી તમે તેમ કહો છો, એ તેમને પૂછવાનું થાય છે. ક્ષયે પૂર્વ તિથિઃ વાર્તા (ક્ષયમાં પૂર્વની તિથિ કરવી) એ જ જે એનું શાસ્ત્ર હોય, તો એ શ્લેકના ચરણને અર્થ “પર્વતિથિઓને ક્ષય થાય ત્યારે તેની પૂર્વની અપર્વતિથિઓને ક્ષય કરે ” એવો થાય એવી વ્યાખ્યા શાસ્ત્રમાં કઈ પણ સ્થલે કેમ જણાતી નથી, તે તેમણે કહેવું જોઈએ. લેકને એ અર્થ ક્યાંઈ અમારા જેવામાં તો આવ્યો નથી. તેથી જ, એવી વ્યાખ્યા ક્યાંઈ પણ નહિ જણાયાથી અને અધ્યાહાર વગેરેથી વાક્યને અર્થ કરવામાં દેષ રહેલો છે તેથી, પૂર્વ તિથિ જ એ શ્લોકચરણની જે વ્યાખ્યા આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને ઈષ્ટ છે, તે વ્યાખ્યા મૂળ વિનાની જ છે, એમ અવશ્ય સ્વીકારવું પડે છે. એમ થવાથી સિદ્ધાન્તટિપ્પણના પ્રચારકાલમાં પણ, ક્ષીણ તિથિઓની વ્યવસ્થા માટે ઉમાસ્વાતિના વચનના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ “ક્ષયે પૂર્વ તિથિઃ વાર્થ” એ શાસ્ત્ર અથવા એ અર્થ જણાવનારું કઈક બીજું શાસ્ત્ર આવશ્યક જ કરે છે. તથા લૌકિક ટિપ્પણમાં આવતી ક્ષય અને વૃદ્ધિ પામેલી તિથિઓની વ્યવસ્થા માટે “થે પૂર્વ તિથિઃ વાર્થી વૃદ્ધી થાય તો એ બે ચરણેનું શાસ્ત્ર આવશ્યક છે. આ બે ચરણે ઉમાસ્વાતિનાં રચેલાં છે એ પરંપરાથી સિદ્ધ છે. સિદ્ધાન્તટિપ્પણના ઉરછેદ પછી તે લૌકિક ટિપ્પણમાં આવતી વૃદ્ધિવાળી અને ક્ષયવાળી તિથિએની વ્યવસ્થા માટે આ બે ચરણેને એકસરખો ઉપયોગ થતો હશે તેથી અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થતાં આ બે ચરણના અથવા તેમાંના હરકેઈ એક ચરણના પ્રામાણ્યના વિષયમાં શંકા પણ કરી શકાય તેમ છે જ નહિ; અને શ્રાદ્ધવિધિ રમ્, તત્ત્વતાળી, પ્રવનપરીક્ષા વગેરે ગ્રંથમાં તપાગચ્છના નાયક સર્વ આચાર્યોએ બને ચરણનું પ્રામાણ્ય, વિના શંકાએ સ્વીકારેલું છે, તે પણ નહિ જ ભૂલાવું જોઈએ. " ત્રીજે વિવાદાસ્પદ મુદ્દો : પહેલા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચામાં એ નિર્ણત કરી દીધું છે કે સિદ્ધાન્તટિપ્પણ વિક્રમની બારમી સદીમાં અથવા તે પહેલાં જ વ્યછિન્ન થયું હતું. સિદ્વાન્સટિપ્પણુ બુચ્છિન્ન થવા છતાં પણ લૌકિક અને લોકોત્તર વ્યવહારો ચલાવવા માટે ટિપ્પણવ્યવહાર તે આવશ્યક જ બને છે. એમ હોવાથી, કઈ પણ બીજા ટિપ્પણને શ્રી જૈન સંઘમાં પ્રચાર હતે જ એમ અમારે સ્વીકારવું જ જોઈએ. ત્યારે એ ટિપ્પણ કેવું હશે તેને વિચાર કરતાં, તે જ ટિપ્પણને વ્યવહાર સંભવે છે, કે જે ટિપ્પણને ભારતવર્ષના અન્ય ધર્મના અનુયાયિઓ ઉપયોગ કરતા હોય, કારણ કે (આ વિષયમાં તેનું) સમાન તસિદ્ધાન્તાત્મકપણું છે. વેદધર્મના અનુયાયિઓ જે ટિપ્પણને માનતા તે જ ટિપ્પણને પ્રાયઃ જૈન સંઘે પણ સ્વીકાર્યું હશે, કારણ કે વેદાંગતિષમાં યુગનું માપ પણ પાંચ સંવત્સરનું જ હતું. વિક્રમના ૧૪૭૩ મે વર્ષે રચાયેલા વિવાદાતાર નામના ગ્રંથમાં તે પર્યુષણ પર્વ આદિની તિથિએ લૌકિક ટિપ્પણમાં આવ્યા પ્રમાણે જ ગ્રહણ કરવી એવો નિર્દેશ છે. તથા સિદ્ધાન્તટિપ્પણના વ્યુચ્છેદ પછી સંપ્રતિ (હાલના-લૌકિક) ટિપ્પણની પ્રવૃત્તિ છે અને તેના પ્રમાણે દીક્ષા પ્રતિષ્ઠા વિગેરેનું આરાધન કરવું એમ કહ્યું છે. તે સંપ્રતિ ટિપ્પણ (સાંપ્રતિક ટિપ્પણ) શૈવ ટિપ્પણક છે–એમ નામ દઈને દર્શાવેલું છે. તે ટિપ્પણુ પ્રમાણે આવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org