________________
૨૮૦
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન... 'तिहिवाए पुवतिही अहिआए उत्तरा य गहियव्वा' [ તિથિના ક્ષયમાં પૂર્વ તિથિ અને અધિક તિથિમાં ઉત્તર તિથિ ગ્રહણ કરવી.] એ પ્રમાણેના શબ્દોથી ઉમાસ્વાતિના વચનના પ્રૉષને જ પ્રાકૃત ભાષામાં અનુવાદ કરેલ છે. (આમાં) ચૌદશને ક્ષય હોય તે પાક્ષિક પ્રતિક્રમણ તેરશે જ કરવું, પૂર્ણિમાએ નહિ, એમ કહેલું. છે. તિથિની વૃદ્ધિના સંબંધમાં –
संपुण्ण त्ति अ काउं वुड्ढीए धिप्पई न पुवतिही ।
जं जा जंमि हु दिवसे समप्पई सा पमाणं ति ॥ [ તિથિની વૃદ્ધિ હોય ત્યારે તિથિ સંપૂર્ણ છે એવું ગણીને પૂર્વતિથિ લેવી નહિ, કારણ કે જે દિવસે જે તિથિ સમાપ્ત થાય તે (તે દિવસે) તિથિ પ્રમાણભૂત છે.] એમ કહેલું છે. અને માસની વૃદ્ધિની બાબતમાં–
___ मासस्स वि विड्ढीए पढमो मासो पमाण नो भणिओ ।
लोउत्तरंमि लोइयपहमि न पहू नपुंस त्ति ॥ [માસની વૃદ્ધિ થાય ત્યારે પ્રથમ માસને પ્રમાણુ કહ્યો નથી, કારણ કે તે નપુંસક હોવાથી કેત્તર અને લૌકિક માર્ગમાં સમર્થ (કાર્યસાધક થતી નથી.] આ પ્રમાણે લૌકિકની માફક લોકોત્તર વિષયમાં, અધિક માસનું અને વધેલી તિથિનું પ્રભુત્વ, નપુસકત્વ અને નિષ્કલપણું દર્શાવેલું છે. મહોપાધ્યાય ધર્મસાગરજી તે ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભે રચેલી વિ(મા)vપાના નામને નિર્દેશ કરે છે અને તેના મુદ્રિત પુસ્તકના ૧૧૮ તથા ૧૧૯ માં પત્રે આપેલા પાઠનો ઉલ્લેખ કરે છે.
આ જ ગ્રન્થકારે “સૂત્રોનgઇમ્” એ નામને ગ્રન્થ રચ્યો છે. તેના ખંડનને માટે ખરતર ગચ્છના આચાર્ય શ્રી ગુણવિનયજીએ વિક્રમના ૧૬૬૫ મે વષ સૂત્રણં નમ્ નામને ગ્રન્થ રચે છે.
ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમ સંવત્ ૧૩૬૩ માં રચેલો વિધિમાકા નામને ગ્રન્થ પણ સિદ્ધાન્તટિપ્પણના ઉછેદની બાબતમાં ખાસ ઉલ્લેખ કરવાગ્યું છે. ખરતરગચ્છ. વાળાઓના તિથિ આદિ વિષયના પ્રતિપાદનને તપાગચ્છવાળાઓ સ્વીકારતા નથી.
આમ બધા ગ્રન્થની સમાલોચના કરતાં વિધિમાકપાની રચના પહેલાં જ સિદ્ધાન્તટિપ્પણ બુચ્છિન્ન થયું હતું એવો સભ્ય નિર્ણય થાય છે. તેની પણ પૂર્વે બે સૈકા પહેલાં તેને સુરછેદ થયો હતો તેવું અનુમાન થાય છે. અને એ રીતે લગભગ નવ સૈકાઓથી લૌકિક અને લેકે - ત્તર અને વિધિઓમાં સિદ્ધાન્ત ટિપ્પણને ઉપગ સર્વથા થયો નથી એમ સિદ્ધ થાય છે.
બીજે વિવાદાસ્પદ મુદ્દો : પહેલા વિવાદાસ્પદ મુદ્દાના નિર્ણયથી સિદ્ધાન્તટિપ્પણને વ્યુચ્છેદ સ્વીકારાયે. આથી કે બીજા વિવાદાસ્પદ મુદ્દાના નિર્ણયની બહુ જરૂર રહેતી નથી, તે પણ તે સંબંધી બેડું વિવેચન કરીએ છીએ. તે આ પ્રમાણે જે કેસિદ્ધાન્તટિપ્પણુ બુછિન્ન થયું છે તે પણ તેમાં જણાવેલ તિથિક્ષયને વિષય વિચારણા માગે છે. સિદ્ધાન્તટિપ્પણમાં પણ દરેક યુગમાં ૩૦ તિથિઓ અને દરેક સંવત્સરમાં છ તિથિઓ લુપ્ત થાય છે, એમ આગળ કહેવાઈ જ ગયું છે. તે ૩૦ તિથિઓમાં ૬ તિથિઓ પર્વતિથિ તરીકે માનેલ છે. જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મત પ્રમાણે પર્વતિથિઓને ક્ષય જ ન થતું હોય તે સિદ્ધાન્તટિપ્પણમાં આવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org