________________
૨૭૯
લવાદી ચર્ચાને અને આવેલે લવાદશીને નિર્ણય ] કરનારાઓમાં અગ્રેસર હતા, તેમણે “ક્ષકે પૂર્વ તિથિ જ વૃક્ષો વા થોરા” એવું સમ્યફ શાસ્ત્ર રચ્યું એમ અમારું માનવું છે. તેથી પહેલા વિવાદસ્થલ સંબંધી અમારે એવા પ્રકારે નિર્ણય છે કે-સિદ્ધાન્તટિપ્પણ કે જેનું બીજું નામ જેન ટિપ્પણ છે, તેનો પ્રાયઃ વાચકમુખ્ય ઉમાસ્વાતિના સમયમાં જ વ્યુ છેદ થયો હતો. આમાં સંશય હોય તે પણ વિકમના ૧૧૫૯ મા સંવત્સર પહેલાં જ નિશ્ચિતપણે સિદ્ધાન્તટિપ્પણને બુચ્છેદ થયો હતો. પ્રાયઃ આથી જ, એ પછી શ્રી શ્વેતાંબર જૈન સંઘમાં જુદા જુદા ગચ્છો થયા, જેમાં પૂર્ણિમા ગરછ, વિક્રમ સંવત્ ૧૧૫૯ મે વર્ષે અસ્તિત્વ પામ્યો હેઈ, તેને નંબર પહેલો છે. ખરતર ગચ્છના પ્રધાનાચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ વિક્રમ સંવત્ ૧૩૬૩ માં રચેલી વિધિમાર્ગપ્રપામાં સિદ્ધાન્તટિપ્પણના ઉચ્છેદને સૌથી પહેલું સ્પષ્ટ રૂપમાં કરેલો સુંદર ઉલલેખ મળી આવે છે. ત્યાર બાદ તે, સિદ્ધાન્તટિપ્પણના ઉછેદ સંબંધી અમારા મનમાં જરા પણ સંશય રહેતો નથી, એ અમારે નિખાલસ અભિપ્રાય છે.
સિદ્ધાન્તટિપ્પણ બુચ્છિન્ન થયા પછી ચારેય પ્રકારના શ્રી જૈન સંઘે લૌકિક ટિપ્પણને પ્રમાણભૂત માનીને લૌકિક તથા લકત્તર બધી ય કિયાઓ સાધી છે. એ પંચાંગમાં લગભગ દસ જેટલી ક્ષીણ તિથિઓ અને પાંચ-છ વૃદ્ધિ પામેલી તિથિઓ હોય છે. જેને લીધે શ્રી જૈન સંઘમાં ઘણા વિધ, વિવાદ અને સંઘમાં જુદા જુદા પક્ષે વગેરે ઉત્પન્ન થયા એમ અમે ઉપર કહી ગયા છીએ. તિથિના નિર્ણય માટે, ખાસ કરીને તિથિની ક્ષય અને વૃદ્ધિ સંબંધી વિચારણાને ઉદ્દેશીને લખાયેલા સર્વ ગ્રન્થમાં તપાગચ્છીએ ઉમાસ્વાતિના પ્રસિદ્ધવચનને સર્વરીતે પ્રમાણભૂત ગણીને તિથિનિર્ણય કરેલો છે. યુગપ્રધાન કાલકાચા ફેરવેલી સાંવત્સરિક પ્રતિકમણની તિથિ તથા તેના પર આધાર રાખતી ચાતુર્માસિક પ્રતિક્રમણની તિથિ સિવાયની કઈ પણ તિથિને ફેરફાર તપાગ૭વાળાઓને સંમત નહતો. તપાગચ્છના આચાર્યોએ જે ગ્રન્થમાં તિથિવિચાર કર્યો છે તે બધા ગ્રન્થમાં સિદ્ધાન્તટિપ્પણને વ્યુચ્છેદ સ્વીકારેલ છે અને ઉમાસ્વાતિના વચનના પ્રૉષને પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. તે ગ્રન્થ નીચે પ્રમાણે
(૧) તપાગચ્છનાયકાચાર્ય શ્રી રત્નશેખરસૂરિએ રચેલું પિતે જ રચેલી ટીકા સાથેનું ગ્રાવિધિકાળમ આ પ્રકરણ વિક્રમ સંવત્ ૧૫૦૫ માં રચાયું હતું. પ્રકરણને અંતે જણાવ્યું છે કે –
विधिवैविध्याच्छूतगतनैयत्यादर्शनाच्च यत्किचित् ।
अत्रोत्सूत्रमसूत्र्यत तन्मिथ्यादुष्कृतं मेऽस्तु ॥ [ વિધિઓ જુદી જુદી હોવાથી અને આગમમાં એનું કેઈ ચોક્કસ નિયમન જોવામાં નહિ આવવાથી, અહીં જે કંઈ મારાથી સૂત્રવિરૂદ્ધ કહેવાયું હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ.]
આમાં ગ્રન્થકારના સમયમાં વિધિઓમાં વિવિધતા છે અને (તે વિષે) કેઈપણ નિશ્ચિત મત આગમગ્રન્થમાં જોવામાં નથી આવતું એમ સૂચવ્યું છે. આ ગ્રન્થમાં ૧૫ર મા પત્રમાં તિથિ (vi) પ્રત્યાથાનવેઢાયાં જ ચા ત્યાંથી આરંભીને તિથિનિર્ણય જણાવેલ દેખાય છે અને છેવટે ઉમાસ્વાતિના વચનના પ્રૉષને ઉલ્લેખ કરાએલે છે, પણ તે પ્રાણની વ્યાખ્યા આપી જ નથી.
(૨) તપાગચ્છના મહોપાધ્યાય શ્રી ધર્મસાગરે પિતાની ટીકા સાથેની રચેલી તવેતાં . વિક્રમના ૧૬૧૫ મે વર્ષે આ રચાઈ હતી, એ ગ્રન્થને અંતે ઉલ્લેખ છે. એ જ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરે પ્રવચનપરીક્ષા નામનો ગ્રન્થ રહે છે. એ બન્ને ગ્રન્થમાં, વિશેષ કરીને તત્ત્વતરંજિળમાં વિસ્તારથી તિથિચર્ચા કરેલી જણાય છે. તેમાં–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org