________________
૨૧૩
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસુરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] સાગરાનન્દસૂરિજી કહે છે તેમ થતું હતું, તે ધર્મસાગરીય ઉસૂત્રખંડનકારે, એ વાતનો ઉલ્લેખ કરીને પણ, મહોપાધ્યાયજી ઉપર તથા શ્રી તપાગચ્છ ઉપર આક્ષેપ કર્યો જ હોત. પણ તેમ થયું નથી, એથી પણ સાબીત થાય છે કે તે વખતે, શ્રી તપાગચ્છમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્ય મુજબની પૂનમ-અમાસના ક્ષયે તેરશનો ક્ષય કરવાની માન્યતા, હતી જ નહિ. ધર્મસાગરીય ઉસૂત્રખંડન છપાવનારે, મૂળ ગ્રન્થમાં નહિ એવી પહેલી પૂનમ-અમાસની ચૌદશ સંબંધી વાત, ઉપર જણાવેલા પાઠ પછી તેની સાથે જ કસ કરીને વિ. સં. ૧૯૮૯માં છપાવતી વેળાએ ઉમેરી દીધેલી છે, એ વાત પણ મુદ્રિત પ્રત સાથે હસ્તલિખિત પ્રત મેળવતાં જણાઈ આવી છે અને તે જ કારણે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ મુદ્રિત પ્રતમાં કેસમાં જણાવેલી તે વાત રજૂ કરી નથી, એમ જણાય છે.
૪. આ સર્વ બીના ઉપરથી સમજી શકાશે કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પિતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યના સમર્થન માટે, પિતાના ચોથા મુદ્દાના નિરૂપણમાં જે ભાવ રજૂ કરીને વાક્યો લખ્યાં છે, તે ભાવ શાસ્ત્રવિરૂદ્ધ હેઈને તેમાંનાં સર્વ વાક્યો ખોટાં છે તેમ જ હકીકતની દષ્ટિએ પણ તેમાં કેટલું બધું બેટાપણું છે !
પાંચમા મુદ્દાના નિરૂપણને પ્રતિવાદ તિથિભંગ અને સંજ્ઞા
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પાંચમા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાં પણ, તેમની ગેરસમજ જણાઈ આવે છે. શ્રી સેનપ્રશ્નમાં નીચે મુજબને પ્રશ્નોત્તર છે____ "चैत्राश्विनमासचतुर्मासकत्रिकसत्कास्वाध्यायः पञ्चमीचतुर्दशीयामद्वयानन्तरं यल्लगति तद्यामद्वयं तिथिभोगापेक्षया किं वा औदयिकापेक्षयेति ? प्रश्नोऽत्रोत्तरं-चैत्राश्विनमासयोः पञ्चमीतिथेर‘दस्वाध्यायो लगति, न तु सूर्योदयात् , एवं चतुर्मासकस्यास्वाध्यायोऽपि चतुर्दशीतिथेर ल्लगતીતિ કૃ wલ તિ | ૨૨ | ” - ' પ્રશ્નઃ ચિત્ર અને આસો માસ તથા ત્રણ માસી સંબંધીનો અસ્વાધ્યાય પાંચમ અને ચદશના બે પહોર પછી લાગે છે, તે બે પહોર તિથિભેગની અપેક્ષાએ લેવા કે સૂર્યોદયથી લેવા ?
ઉત્તરઃ ચિત્ર અને આસો માસમાં પાંચમ તિથિના અડધા ભાગથી અસ્વાધ્યાય લાગે છે, પણ સૂર્યોદયથી નહિ. તેમ જ, માસીને અસ્વાધ્યાય પણ ચૌદશ તિથિના અડધા ભાગથી લાગે છે, એ વૃદ્ધસંપ્રદાય છે.
૨. હવે જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી રીતિએ, તિથિની શરૂઆત સર્વ પ્રસંગમાં સૂર્યોદયથી જ ગણાતી હતી અને તેની સમાપ્તિ અપર સૂર્યોદયે ગણાતી હત, તે ઉપર મુજબને પ્રશ્ન ઉદ્દભવવાને કારણ નહોતું અને કદાચ પ્રશ્ન ઉદ્દભવત ત ય જે ઉત્તર અપાયો છે તે અપાત નહિ. ઉત્તરમાં સ્પષ્ટ રૂપમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે-જે ટીપ્પનક પ્રમાણ હોય, તે ટીપ્પનકમાં જયારથી પાંચમો ભેગકાળ શરૂ થયો હોય ત્યારથી માંડીને, તે ભેગકાળની જ્યારે સમાપ્તિ થઈ હોય ત્યાં સુધીનો સમય જોઈને, પાંચમનો ભેગકાળ અડધા ભાગે પૂરો થાય ત્યારથી અસ્વાધ્યાય ગણાય, પણ સૂર્યોદયના હિસાબે એટલે સૂર્યોદયથી તિથિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org