________________
૨૧૦
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન... તપાસવાને માટે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પાસે મંગાવ્યાં હતાં. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તે પાનાં અમને તપાસવાને માટે પૂરાં પાડ્યાં નથી, તે જણાવવાને માટે, તેને અંગે અમે બન્ને વચ્ચે થયેલ ચીઠ્ઠીવ્યવહારની નકલ અમેએ તરત જ સુશ્રાવક કસ્તૂરભાઈ લાલભાઈને મોકલી આપી હતી. અને તે પાનાંની મૂળ નકલ તપાસવાને માટે પૂરી પાડવામાં આવી નથી, એથી અમોએ તે પાનાંમાંનાં લખાણે વિષે, આ પ્રતિવાદમાં અન્ય કોઈ લખ્યું નથી. એ પાનાં ઓના સંબંધમાં અમને પૂરતી શંકા છે અને તે વાત અમેએ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને જણાવેલી, તે છતાં તેમણે તે પાનાંઓ પૂરાં પાડવાની જવાબદારી અદા કરી નથી. આથી, તમે જણાવશે તે અને તે પાનાંઓને તપાસ્યા વિના જ, તે છપાએલાં છે તેના આધારે, તે કેવી કેવી રીતિએ માનવા યોગ્ય નથી–તે જરૂર જણાવીશું; પણ તે પાનાંઓની મૂળ નકલો અમને તપાસવાને મળે અને તે પાનાઓની પ્રમાણિકતા બાબતમાં ખાત્રી કરવા-કરાવવાની પૂરતી તક અમને આપવામાં આવે, તે પછી જ તે પાનાંઓમાંનાં લખાણે વિષેનું અમારું કથન રજૂ કરવાનું અમને કહેવામાં આવે, એવું અમે ઈચ્છીએ છીએ. શ્રી તપાગચ્છીય માન્યતા મુજબનું સાચું પાનું છે–એ પૂરવાર થાય તો તેને સ્વીકારવાની જાહેરાતઃ
૧. પ્રસ્તુત મન્તવ્યભેદને અંગે, સામા પક્ષ તરફથી, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દ આણંદવિમલસૂરીશ્વરજી મહારાજાના અભિપ્રાયને દર્શાવતું હોય તેવા પ્રકારના લખાણવાળું અને પોતાને સોળમી સદીમાં અસ્તિત્વમાં આવ્યા તરીકે જણાવતું એક પાનું, ખૂબ જોરશોરથી પ્રચારવામાં આવતું હતું. તે પાનાના સંબંધમાં પૂ. વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદવિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાને વકીલ શ્રીયુત મેહનલાલ પોપટલાલ B. 1. LL. B.એ પ્રશ્ન પૂછતાં, પૂ. આચાર્યદેવે એ જ જવાબ આપે હતું કે
એ પાનામાં કેવું લખાણ છે તે તે જુઓ! એની ભાષા જુઓ ! આપણું ગચ્છની માન્યતાથી વિરૂદ્ધની ગાયાઓ એમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જે શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે-એમ પૂરવાર થઈ જાય, તે છે તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ ! અત્યાર સુધી અમે જે આ કર્યું, તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું !
૨. ઉપરની જાહેરાત મુજબ, સામા પક્ષે માત્ર એક જ પાનાને શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું પૂરવાર કરી આપવાની શરત હતી; અને સામે પક્ષ તેટલું કરી શકે, તે પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની, પોતાના મન્તવ્યને તજી દેવાની તથા પ્રાયશ્ચિત્ત લેવાની પણ તૈયારી હતી. આમ છતાં, એ વાતને બે વર્ષ વીતી ગયાં છે છતાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કે અન્ય કેઈએ પણ મજકુર પાનાને શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચું પૂરવાર કરી આપ્યું નથી. આ ઉપરથી તમે સમજી શકશો કે તેવા પૂરાવાઓ ઉપર કઈ પણ પ્રકારને વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. વળી, જે પાનાંઓનું લખાણ પ્રમાણિક શાસ્ત્રગ્રન્થના કથનથી વિરૂદ્ધ હોય, તે પાનાંઓના કથનને પ્રમાણ કરવાનું, કઈ પણ સમજુ માણસ પસંદ કરે નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને તે પોતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને વ્યાજબી ઠરાવી દેવું છે, એટલે જ તેઓ તેવાં પાનને શરણે ગયા છે. બાકી, પ્રમાણિક શાઅગ્રન્થ જે જણાવતા હોય તે અમને માન્ય જ છે અને પ્રમાણિક શાસ્ત્રગ્રન્થો અમે જે મન્તવ્યને સાચું જણાવી રહ્યા છીએ તે જ મન્તવ્યને જણાવનારા છે, એવો અમારો પરિપૂર્ણ વિશ્વાસ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org