________________
૨૦e
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસુરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ] તે લેખક એટલું જ જણાવી શકેલ છે કે “જૈનરિવારે તાવન તિથીનાં કૃષિ મતિ, તતઃ પરમાર્થતઃ ત્રયો ઊંધતા” આને છપાવતા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પર્વતિથીનાં એ પદમા પર્વ શબ્દ [ ] કૌંસમાં મૂકી દીધો છે. કારણ કે-લેખકને એમ જણાવવું છે કેજેન ટિપ્પનકમાં પર્વતિથિઓની વૃદ્ધિ હોય જ નહિ પણ અન્ય તિથિઓની વૃદ્ધિ હોય અને એથી તેરશની વૃદ્ધિ મનાય” જ્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને એમ જણાવવું છે કે
જેન ટિપ્પનકમાં કઈ પણ તિથિની વૃદ્ધિ ન આવે !” એથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પર્વ શબ્દને કોંસમાં મૂકી દીધો અને મજકુર લખાણને અર્થ છપાવતાં, એમ લખ્યું કે “જેન ટીપણામાં પહેલાં તે (તિથિની કે) પર્વતિથિની વૃદ્ધિ જ ન હોય.” એટલે કે આમાં પર્વ શબ્દને કૌંસમાં નહિ લેતાં, પિતાની કલ્પનાથી ( તિથિની કે) એમ ઉમેરી દીધું! પણ એટલો વિચાર ન કર્યો કે-તેમ કરવાથી, લખાણની દલીલ જ મારી જાય છે, કારણ કે-લેખક તે જૈન ટીપ્પનકમાં પર્વતિથિની વૃદ્ધિ ન હોય એ હેતુ આપીને, પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવા જણાવે છે! જયારે જૈન ટીપ્પનકમાં કઈ પણ તિથિની વૃદ્ધિ ન હોય-એ કારણસર જ જો પૂનમની વૃદ્ધિ ન મનાય, તે તેરશની કે કઈ પણ તિથિની વૃદ્ધિ મનાય જ નહિ, એમ પણ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. પરંતુ તે લેખક અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી–બેચ, તેરશની વૃદ્ધિ માનવા તે તૈયાર જ છે. .
૫. ચોથી વાત એ છે કે--મજકુર લખાણ કરનારને પૂણિમાની વૃદ્ધિ કાયમ રાખીને, પૂર્ણિમાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ નહિ કરતાં, ચૌદશે જ ચૌદશ કરીને પહેલી પૂર્ણિમાને તજી બીજી પૂનમે પૂર્ણિમાનું આરાધન કરવાની વાત સામે વિરોધ નથી, પણ આંશિક સંમતિ છે. કારણ કેતે લેખક કહે છે કે “રેવં તવ રોચત્તે, તવા પ્રથમ ભૂમિ ત્યજો ક્રિતી પૂપિમાં મના” એટલે કે જો તને પૂનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું રૂચિકર ન હોય, તે પ્રથમ પૂર્ણિમાને તજીને બીજી પૂર્ણિમાને ભજ ! આમ, તે લેખકને વાંધો તે માત્ર પૂનમની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરવા સામે જ છે. આવું દ્વિધાભાષિત્વ સંવિગ્ન બહુકૃતમાં હોઈ શકે જ નહિ, એટલે પણ મજકુર લખાણ કેઈ પણ પ્રમાણિક આચાર્યે લખેલું નથી-એમ સિદ્ધ થાય છે.
૬. આવા અજ્ઞાત લેખકના શાસ્ત્રવિરૂદ્ધ લખાણને, કલ્પિતપણે પટ્ટક ઠરાવીને અને તેની સાથે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજનું નામ છ દઈને, તેનું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શરણ સ્વીકાર્યું છે, એ પણ વસ્તુતઃ એમ જ સૂચવે છે કે–તેમના મન્તવ્યને એક પણ પ્રમાણિક શાસ્ત્રગ્રન્થને ટેકે નથી. આ. શ્રી સાગરાનન્દસૂરિજીએ “શાસ્ત્રીય પૂરાવાનાં મૂળ પાનાં તપાસવા માટે પૂરાં પાડ્યાં નથી :
૧. અને એક પણ પ્રમાણિક શાસ્ત્રગ્રન્થને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્યને ટેકે મળી શકે તેમ નથી, માટે તેમણે જેમ કેઈ અજ્ઞાત લેખકના શાસ્ત્રવિરૂદ્ધ લખાણને આગળ કરીને, સમાજને ઉન્માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, તેમ બીજાં પણ કેટલાંક પાનાંઓને “શાસ્ત્રીય પુરાવા” ના નામે જાહેરમાં મૂકીને, સમાજને ઉમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના આ નિરૂપણમાં, તે પાનાંઓવાળી “શાસ્ત્રીય પુરાવા” નામની ચોપડીને ઉલ્લેખ કરેલો હોવાથી, અમેએ તે મૂળ પાનાંઓ, કે જેના ઉપરથી તેને “શાસ્ત્રીય પુરાવા” નામની ચોપડીમાં છપાવેલ છે, તે
,
૨૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org