________________
ર૯--૧૩ ભૂલી જવાય તે પડેવે પણ કરવું. આવી રીતે નિરૂપણ કરેલું છે. આ જગે પર વિજયાનંદસુરીના ગ૭વાળા પડવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લઈને પુનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે તે મત ખોટો છે એમ નકકી થયું. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપણા વિગેરેમાં ચૌદશમાં પુનમને સંક્રમ હોય છે, પણ પડવામાં હેત નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તે પછી તમે બે ચૌદશે કેમ કરતા નથી? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છો?” એવી રીતે જો તું પૂછે છે તે તેનો ઉત્તર સાંભલ–કે જૈનટીપ્પણામાં પહેલાં તે (તિથિની કે) પર્વતિથિની વૃદ્ધિજ ન હોય. તેથી પરમાર્થની તેરસેજ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ ન થાય. લૌકિક અને લોકોત્તર એમઃ બંને શાસ્ત્રથી તેને નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિદ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જે એમ તને ન રૂચે તે પહેલી પુનમને છોડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ તને ન રુચે તે અમે તને પૂછીએ છીએ કે ચોમાસા સંબંધી પુનમેની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીની પુનમેની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવું કયાં શીખેલે છે? કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનમાદિક તિથિઓ પર્વ પણે આરાધવા લાયક છે, જે માટે શ્રાદ્ધદિનકૃત્યસૂત્રમાં કહ્યું છે કે-૭ તિથિઓમાંથી આજ કઈ તિથિ છે? ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે. વળી ચૌદશ અઠમ ઈત્યાદિક સત્રની વ્યાખ્યા આવી રીતે છે–ચઉદશ અને આડમ તો પ્રસિદ્ધ છે. ઉદિષ્ટ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્ર તિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચોમાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતો હતો.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ (ત્રણ પુનમનું) પર્વનું આરાધન ચરિતાનુવાદ રૂપ છે. સો વખત શ્રાવકની પ્રતિમાને વહેનારા કારિક શ્રેષ્ઠીની પિઠે એ જાણવું. પરન્તુ (ત્રણે જ પુનમનું આરાધન) વિધિવાદરૂપ નથી. ચરિતાનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે-જે ક્રિયાનું અનુષ્ઠાન કઈ એકેજ કરેલું હોય તે ચરિતાનું વાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવાદ, અને વિધિવા તે બધાએ પણ અંગીકાર કરવો જ જોઈએ. ચરિતાનુવાદને બધાએ અંગીકાર કરવો એ નિયમ નથી આ વાત અર્થ થી સેનખનમાં કહેલી છે. માટે કદાગ્રહને છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશો કર. નહિંતર તું ગુરૂને લેપનાર અને ઠગ થઈશ. એ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરુપણ કરેલું છે તે પણ તું સાવધાન થઈને સાંભલ–
સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયને અનુસાર દિવસ વિગેરેને વ્યવહાર થાય છે, વલી પૂર્વઋષિઓએ કહેલું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org