________________
૨૮-૧- ૧૨
(ઉપરોકત પટ્ટક ગુજરાતી લિપિમાં)
ઈન્દ્રને સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદશ છેઃ જે જગન્ના સમગ્ર તના જાણનારા છે એવા જીનેશ્વરને નમસ્કાર કરીને શાસ્ત્રને અનુસારે કંઈક કહું છું. ૧૫ કયી તિથિનો ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઈએ? અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? તે બધી વાત હું કહું છું. મારા તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે–સૂર્યના ઉદય વખતે જે તિથિ થોડી પણ હોય તેજ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તે પણ તેને તિથિ તરીકે કહેવી નહિ. શ્રીનપ્રશ્નના પહેલા ઉલ્લાસમાં કહ્યું છે કે–ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી. ઉદય સિવાયની તિથિ જે કરાય તે આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ ને પામે. તો તેટલા માટે ઉદયવાળી તિથિજ આરાધન કરવી પણ બીજી નહિeતેવીજ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં દયિક : (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયક પણે વ્યવહાર હતો પણ કઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે, તે શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તે દયિકી (એટલે બીજી તિથિજ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રી હરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે, તેટલા માટે ઉદયવાળી તિથિજ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવી જ રીતે સેનપ્રનના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તો બીજી તિથિનું આરાધન થાય છે, પણ તે દિવસે પશ્ચખાણની વખત તે તિથિ ઘડી બે ઘડી હોય છે, અને તેથી તેટલીનું જ આરાધના થાય, કેમકે તેની પછી નેમ આદિ તિથિ થઈ જાય છે, પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તે વિરાધન થાય છે, કેમકે તે તિથિ સંપૂર્ણ પહેલે દહાડે હોય છે કદાચ પચ્ચખાણની વખતે દેખવા જઈએ તે પહેલે દહાડે પચ્ચખાણની વખતે પણ હોય છે. અને આખો દિવસ પણ હોય છે. તેથી બને વાનાં હોય છે. અને તેજ કારણથી સારું આરાધન થાય છે. આવો શિષ્ય પ્રશ્ન કર્યો તેને ઉત્તર દે છે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તિથિ લેવી. શ્રી મહાવીરમહારાજને જ્ઞાનનિર્વાણ મહોત્સવ તે અહિયાં લેકને અનુસાર કરે છે તેમજ ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. ઈત્યાદિક ઉમાસ્વાતિ વાચક (આદિ) ના વચનની પ્રામાણિક્તાથી વૃદ્ધિ હોય ત્યારે થોડી પણ બીજીજ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી આ નકકી થયું કે-જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તે જ માનવી, બીજી નહિ. તેમજ શ્રી હીરઝનના ચોથા પ્રકાશમાં ગુટલી તિથિને આને આવી રીતને પ્રશ્ન કરેલો છે. તે પ્રશ્ન જણાવે છે-જ્યારે પાંચમની તિથિને ક્ષય હોય ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવું? અને પુનમને ક્ષય હોય ત્યારે તેનું તપ કયારે કરવું? આવા પ્રનના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિને ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાની તિથિમાં કરવું, અને પુનમનો ક્ષય હોય ત્યારે તેરસ અને ચઉદ કરવું, અને તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org