________________
૨૮-બ-૧૪ . પણ છે કે ચોમાસી, સંવછરી, પફબી, પાંચમ, અને આડમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્યને ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી ૧ પૂજા પચ્ચ
ખાણ પ્રતિક્રમણ તેમજ નિયમગ્રહણ જે તિથિમાં સૂર્યનો ઉદય થાય તે તિથિએ કરવું જોઈએ મારા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. જે બીજી તિથિ કરવામાં આવે તો આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે મારા પારાસરસ્કૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ જાણવું. પણ ઉદય વગરની ઘણી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. ઉમાસ્વાતિ વાચકનો પ્રઘોષ તો એમ સંભળાય છે કે-ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. અને શ્રી વીરજ્ઞાનનિવણને મહત્સવ અહિં લકને અનુસાર કરવો. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહ છોડીને આગમને અનુસરે બરાબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણું કદાગ્રહ કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉત્સવપ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રી પ્રશ્નવિચાર સપૂર્ણ થયે સં. ૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ ને દિવસે પંડિત ભેજાજીએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા કપુરશાહને લખી આપી છે તેમજ તેરસ ચૌદશ અને અમાવાસ્યા એ ત્રણે તિથિઓ પુરી હોય તો પણ જે લેક ચૌદસે દિવાલી કરે તો તેરસચૌદશનો છઠ કરવો, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લોકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રી મહાવીરનું નિર્વાણ લેકને અનુસારે કરવું એમ કહ્યું છે.
(સં. ૧૯૯૩ માં સિદ્ધચકના વધારા તરીકે બહાર પડેલી પુસ્તિકામાં આપેલા અનુવાદને આધારે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org