________________
...લવાદી ચર્ચોમાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૨૦૧
ક્ષયે ચૌદશે ચૌદશ અને પૂનમ-બન્નેયની સમાપ્તિ હોવાના કારણે, તે એક દિવસે તે અન્ને ય પર્વતિથિના આરાધક બની શકાય, છતાં તપ માટે જુદા દિવસ સૂચવ્યા, તે અભિગ્રહને અથવા તા શાસ્ત્ર અવશ્યકર્તવ્ય તરીકે વિહિત કરેલા તપને પૂર્ણ કરવાને માટે જ સૂચવેલ છે અને એ સૂચન પણ સાબીત કરે છે કે-પૂર્ણિમાદિના ક્ષયે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છેતેમ, તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કે અમાસ : ચૌદશે બીજી તેરશ અને પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશ : ભાદરવા સુદ ત્રીજે ચાથ અને ભાદરવા સુદ ચેાથે પાંચમ : ભાદરવા સુદ ચેાથે મીજી ત્રીજ અને પહેલી પાંચમે ચેાથ-આવા પલ્ટો, ચાદશ અને ભાદરવા સુદ ચાથ ઉયતિથિ રૂપે પ્રાપ્ત થવા છતાં કરવા, એ સર્વથા અનુચિત જ છે.
સામાચારીની રીતિએ પણ એક દિવસે અનેક પર્વના
આરાધક બની શકાય ઃ
૧. આમ, આરાધનાની અપેક્ષાએ જેમ ક્ષયના પ્રસંગમાં એક દિવસે એ તિથિઓને માની તથા આરાધી શકાય છે તેમ, સામાચારીની અપેક્ષાએ પણ એક દિવસે એ પર્વતિથિએ હાય તે પણ માની શકાય છે. યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાએ જ્યારથી ભાદરવા સુદ ૪ પ્રવર્તાવી છે, ત્યાર પૂર્વે પાક્ષિકપર્વ ચાદશે હતું અને ચામાસીપર્વ આષાઢાદિની પૂર્ણિમાએ હતું. વચ્છરી ભાદરવા સુદ ૪ ની થતાં, ચામાસીપર્વ આષાઢાદિની ચતુર્દશીએ નિયત થયું. ત્યારથી આષાઢાદિની ચતુર્દશીના દિવસે ચામાસીપર્વની અન્તર્ગતપણે પાક્ષિકપર્વની આરાધના થાય છે. ખૂબી તો એ છે કે તે ત્રણ પાક્ષિકના તપે પણ જુદા થતા નથી. આથી નિશ્ચિત થાય છે કે-સામાચારીની રીતિએ પણ, એક દિવસે એ કે વધુ, જેટલાં પર્વો એક દિવસે આવતાં હાય, તે સર્વ પર્વના તે એક જ દિવસે આરાધક બની શકાય છે.
આ. શ્રી સાગરાનન્દસૂરિજીની કબૂલાતઃ
૧. એક દિવસે એ તિથિએ લેાકવ્યવહારમાં પણ ખેલાય છે ઃ જેમ કે આજે ત્રીજ–ચાથ ભેળાં છે’–એવું એવું તિથિક્ષયના પ્રસંગે હાલમાં પણ ખેલાય છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના પાંચમા વર્ષના ૯ મા એકમાં પૃ. ૨૧૧ ઉપર જણાવેલું છે કે—
“ લૌકિક અને જૈન એ ઉભયના મતે દરેક ઋતુમાં એકસ· દિવસે એકેક તિથિા ક્ષય હાય, ફક્ત લૌકિક ઋતુના આરંભ આષાઢથી થાય માટે ભાદરવા વદ એકમથી તિથિક્ષયની શરૂઆત થાય, અને લેકા ત્તર રીતિ પ્રમાણે શ્રાવણ માસથી ઋતુની શરૂઆત થાય, માટે આસા વદ એકમની તિથિ વ્હેલા ક્ષયનો સમાવેશ થાય. એટલે લૌકિક હિસાબે ભાદરવા વદ એકમ અને ખીજ ભેળાં હોય અને પછી દરેક ખમ્બે માસે ત્રીજ ચેાથ ભેળાં, પાંચમ છ ભેળાં, એમ અનુક્રમે હોય અને શ્રી જૈનશાસ્ત્રના હિસાબે આસા વદ એકમ બીજ ભેળાં, આગળ તેનાથી ખમે માસે ત્રીજ ચોથ ભેળાં, પાંચમ છ ભેળાં થાય. અને એમ આગળ પણ લેવું. ”
""
૨. આથી સિદ્ધ છે કે-એક દિવસે એ તિથિએ અવશ્ય હોઈ શકે છે અને જ્યારે એક દિવસે એ તિથિઓ હોઈ જ શકે છે, તેા જે હોય તે માનવું—એ જ સત્યમાર્ગી આત્માઓના અભિપ્રાય હોઈ શકે, એ નિર્વિવાદ વાત છે.
ક્ષયતિથિના કાઠાની ફેરફારીઃ
૧. આચાર્ય શ્રી સાગરાનન્તસૂરિજીએ પોતાના ખીજા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણને
२६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org