________________
૨૦૦.
| જૈન દષ્ટિએ તિથિદિન અને પૌરાધન.... लक्षणं तेन यदाकुलत्वं सेन हेतुना ॥ १८१ ॥ 'इय चिंती 'त्यादि-इति चिन्तयित्वा पूर्वमेव-पर्युषणादिपर्वणोऽवांगेव यत्क्रियते तदनागतं तप इति ‘बिन्ति 'ति धते १। अतीतं पुनरिद-'तमइकंतं' इति गाथोत्तरार्धं तदतिक्रान्तमतीतमित्यर्थः तेनैव हेतुना-गुरुगणादिकार्यव्याकुलतालक्षणेन ત-તપ રોતિ કર્થ ળુપણવિપનિ નિવૃત્તેજીત્યર્થ૨ ૨૨૦ ” [મુક્તિ પૃ. ૪૪]
૨. પર્યુષણાદિ પર્વ આવનાર છે અને તેમાં અષ્ટમાદિ તપ અવશ્ય કરવું જોઈએ, પણ આચાર્યોનું, ગચ્છનું, સમુદાયનું, ગ્લાનનું, નૂતન દીક્ષિતનું અને વિકૃષ્ટાદિ તપશ્ચરણ કરનારાઓનું ભજન -પાન લાવવા આદિ રૂપ વિશ્રામણનું જે કાર્ય, તે કાર્યથી આકુલપણાના કારણે પર્યુષણાદિમાં અષ્ટમાદિ તપ કરાશે નહિ, આવો વિચાર કરીને પર્યુષણાદિ પર્વ આવ્યા પૂર્વે જ જે તપ કરાય, તેને અનાગત તપ કહેવાય છે અને ગુરૂ-ગણાદિસંબંધી કાર્યની વ્યાકુલતાના કારણે જે તપ પર્યુષણાદિપર્વ વ્યતીત થઈ ગયા પછીથી થાય, તેને અતીત તપ કહેવાય છે. આથી સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે પર્યુષણાદિ પર્વસંબદ્ધ તપ કરાય, ત્યારે ત્યારે શ્રી પર્યુષણાદિ પર્વ મનાય એવું છે જ નહિ, અને એથી શ્રી પર્યુષણાદિ સંબંધી જે ઉદય, ભેગ ને સમાપ્તિના નિયમ છે, તેને જે દિવસોએ તત્પર્વસંબદ્ધ તપ કરાય, તે દિવસે તે નિયમ જોવાય જ નહિઃ કારણ કે-તે દિવસે શ્રી પર્યુષણદિ પર્વ મનાતું નથી જ. આ પ્રકારે તપને અંગે આગળ-પાછળ કરવાનો નિયમ છે, પણ પાક્ષિકાદિ પ્રતિક્રમણ તે ચતુર્દશી આદિએ જ કરવાં જોઈએ-આ નિયમ છે. શ્રી સિદ્ધચક પાક્ષિકના ચેથા વર્ષના ૧૭ મા અંકમાં પૃ. ૪૦૭ ઉપર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ જણાવ્યું છે કે –
“અને તે સંવછરીને પર્યુષણ પર્વ ગણીને તેના અઠ્ઠમને અંગે શાસ્ત્રકારે દશપ્રકારનાં પચ્ચકખાણુ જણાવતાં મુખ્યતાએ પર્યુષણને માટે અનામત અને અતિક્રાંત પચ્ચક્ખાણ જણાવે છે, અર્થાત્ તે મનુષ્યને નિયમિત - ગાદિકના કારણ હોય, અને તે સંવરીના વખતમાં પિતાને ગાદિકની તીવ્ર વ્યથા થવાનો સંભવ લાગત
હોય તે તે પર્યુષણા આવવા પહેલાં પણ અદ્રમ કરી લે, અને તેવી રીતે જે સંવછરી પર્વ સિવાય કે તેના આવ્યા સિવાય પહેલાં જે અઠ્ઠમ કરવામાં આવે તેને શાસ્ત્રકારો અનાગતપચ્ચકખાણ કહે છે, તેવી જ રીતે જે મહાનુભાવને સંવછરીની વખતે જ અઠ્ઠમ કરવાને ભાવ છતાં રોગાદિ સંબંધી પિતાના શરીરના કારણને અંગે કે આચાર્ય, ઉપાધ્યાય આદિના વૈયાવચ્ચના કારણને અંગે અઠ્ઠમ ન બન્યું હોય અને તે પર્યુષણ એટલે સંવછરી ગયા પછી જે વખત મળે ત્યારે અઠ્ઠમની તપસ્યા કરે તેને અતિક્રાંતપચ્ચક્ખાણ કહેવાય છે. આ અનામત અને અતિક્રાંતપચ્ચક્ખાણની સ્થિતિ દેખીને કોઈ પણ મનુષ્ય અઠ્ઠમની તપસ્યાને માટે તિથિનો આગ્રહ કરી શકે નહિ, પણ આની સાથે એ પણ સમજવાની જરૂર છે કે શાસ્ત્રકારોએ અઠ્ઠમની તપસ્યાનું અનિયમિતપણું જણાવ્યું પણ સાંવત્સરિક પ્રતિક્રમણનું તે નિયમિતપણે જ રાખ્યું, અને તેથી સંવચ્છરી પ્રતિક્રમવા માટે અનાગત કે અતિક્રાંત એવા કોઈપણ ભેદે, કોઈપણ શાસ્ત્રકારે, કોઈપણ જગે પર જણાવ્યા નહિ, એટલે સંવછરીનું પ્રતિક્રમણ તે કોઈપણ પ્રકારે નિયમિતતિથિએ જ કરવું જરૂરી ગણાય એટલે પર્યુષણના પહેલા કર્તવ્ય તરીકે સામાન્ય રીતે અષ્ટમની તપસ્યા કરવી એ નિયત થઈ.”
૩. આ ઉપરથી નક્કી થાય છે કે-જે પર્વને ઉદ્દેશીને તપ કરાય, તે પર્વ જે દિવસે તપ કરાય તે દિવસે હોવું જ જોઈએ—એ નિયમ છે જ નહિ અને એથી, તે પર્વની તિથિના ઉદય, ભાગ કે સમાપ્તિની વાત, જે દિવસે તે પર્વને ઉદ્દેશીને તપ કરાય તે દિવસે કરવી, એ તદ્દન અણસમજભર્યું છે. પ્રત્યાખ્યાન સંબંધી જણાવેલા પાઠથી, એ વાત પણ જણાય છે કે–પૂર્વે કે પછી તપ કરવા છતાં પણ, પર્વની માન્યતા છે, તે પર્વની તિથિ જે દિવસે હોય તે દિવસે જ કરવી જોઈએ અને તેથી તે પર્વતિથિને દિવસે જ તે પર્વની આરાધના કરનારા બનાય. વળી પૂર્ણિમાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org