________________
...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૧૯૧
‘ ક્ષીણતિથિ' પ્રસંગના છે, એટલે એ પ્રસંગમાં એકસઠમી તિથિના દિવસે એકસઠમી તથા ખાસઠમી તિથિનું નિધન છે અને તે ખાસઠમી તિથિને ‘ ક્ષીણતિથિ' કહેવાય છે—એ પ્રકારનું વર્ણન હોય તે સ્વાભાવિક છે. એ જ રીતિએ, શ્રી આચારપ્રકલ્પચૂર્ણિકાર તથા શ્રી આચારઢશાચૂર્ણિકાર મહાત્માએ ક્ષીણુ એવી પણ આષાઢપૂર્ણિમાને તે દિવસના સૂચનમાં વ્યવહાર કરે, તે રવાભાવિક છે : કારણ કે—શ્રી ચૂર્ણિકાર મહાત્માઓને ત્યાં જે વસ્તુનું નિરૂપણ કરવાનું છે તે પૂર્ણિમાસંબદ્ધ છે, નહિ કે ચતુર્દશીસંબદ્ધ ! એટલે તે દિવસે આષાઢપૂર્ણિમા ક્ષીણુ છતાં અને આષાઢચતુર્દશી ઉદયગતા છતાં પણ, નિરૂપણને પ્રસંગ ચતુર્દશીસંખદ્ધ નહિ હોવાના કારણે જ, એકલી ચતુર્દશી કે ચતુર્દશી -પૂર્ણિમા એવા બ્યપદેશ નહિ કરતાં, માત્ર પૂર્ણિમાના જ વ્યપદેશ કર્યો છે. જો તે પ્રસંગ ચતુર્દશીસંબદ્ધ હોત, તે તે દિવસને માટે તે પ્રસંગમાં માત્ર ‘ ચતુર્દશી ના વ્યપદેશ કરત. એ જ રીતિએ, ‘ચતુર્દશી અને પૂર્ણિમા’ ઉભયસંબદ્ધ પ્રસંગ હોત, તા બન્નેના ઉલ્લેખ–બન્નેના વ્યપદેશ કરત જ.
૨. શ્રી આચારપ્રકલ્પચૂર્ણિ અને શ્રી આચારદશાચૂર્ણિનો જે પાઠ આપ્યા છે ત્યાં, અભિવર્ધિત સંવત્સરમાં, કે જ્યાં અધિક માસ હોય છે, તે વખતે સાધુએ અવસ્થાનલક્ષણુ પર્યુષણા છેવટમાં છેવટ કયારે કરે-એ સંબંધી પ્રસંગ છે. શ્રી જૈન શાસનમાં અવસ્થાનલક્ષણુ પર્યુષણા માટેના એવા નિયમ જણાવેલા છે કે—આષાઢ પૂર્ણિમાથી વીસ રાત્રિ સહિત એક માસ ગયે છતે, એટલે કે ભાદરવા સુદ પાંચમે તો નિયમા સાધુએએ અવસ્થાનલક્ષણ પર્યુષણા કરવી જોઇએ. એ વિષયમાં ચૂર્ણિકાર મહાત્માઓએ ખૂલાસો કર્યાં છે કે-અધિક માસવાળા વર્ષમાં અવસ્થાનલક્ષણુ પર્યુષણા આષાઢપૂર્ણિમાથી વીસ રાત્રિ સહિત માસ ગયે છતે નહિ પણ આષાઢપૂર્ણિમાથી માત્ર વીસ રાત્રિ વ્યતીત થયે છતે જ સાધુએ અવસ્થાનલક્ષણુ પર્યુષણા કરે, અર્થાત્ અમે રહ્યા છીએ' એમ કહે. આ પ્રસંગ માત્ર આષાઢપૂર્ણિમાસંબદ્ધ છે, નહિ કે–આષાઢચતુર્દશીસંખદ્ધ કે આષાઢચતુર્દશી તથા આષાઢપૂર્ણિમા એ ઉભયસદ્ધ ! એટલે ચૂર્ણિકાર મહાત્મા તે દિવસને માટે માત્ર આષાઢપૂર્ણિમાના જ તે પ્રસંગમાં બ્યપદેશ કરે, તે તદ્દન સ્વાભાવિક છે અને સર્વ પ્રકારે વ્યાજબી પણ છે. આથી, ચૂર્ણિકાર મહાત્માઓની ઉપર જણાવેલી વાતનો ઉલ્લેખ કરીને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પોતાના નિરૂપણમાં જે એમ કહ્યું છે કે-“ અર્થાત્ નથી તેા તે દિવસને ચતુર્દશી તરીકે જણાવ્યા, ‘ કે જે પતિથિ હતી અને ઉદયવાળી હતી' તેમજ નથી તે ‘ ચતુર્દશી-પૂર્ણિમા’ એકઠા કરવા તરીકે જણાવ્યેા ”તે કથન પ્રસંગને સમજ્યા વિના જ કરાએલું છે.
જ
૩. અને એમ હોઈને આથી સિદ્ધ છે કે પંચાંગમાંની પર્વતિથિના ક્ષયની વખતે પણ તે ક્ષીણપર્વતિથિને તે આરાધના માટે અખંડ જ રાખવી જોઈએ, એ વાત કોઈ પણ પ્રકારે અસંગત નથી ”એવી જે તારવણી કરી છે, તે પણ સમજણુ વિના જ કરાએલી હોવાના કારણે પણ ખાટી છે, એમ પૂરવાર થાય છે. ક્ષીણુપર્વતિથિને ક્ષીણપતિથિ તરીકે માનવા માત્રથી તે ક્ષીણુપર્વતિથિ આરાધનામાં ખંડિત થઇ જાય છે, એવું છે જ નહિ. ક્ષીણપર્વતિથિની આરાધના તે પર્વતિથિ જે દિવસે નિધનને પામી હોય તે દિવસે અખંડપણે થાય જ છે. તે ક્ષીણપર્વતિથિની આરાધનાને અંગે તે દિવસે જે અનુષ્ઠાન કરાય, તે અનુષ્ઠાનના પ્રસંગમાં તા તે ક્ષીણપર્વતિથિનો જ વ્યપદેશ થાય, પણ તેટલા માત્રથી તે દિવસે જે તિથિ ઉદયવાળી હોય તે તિથિના વ્યપદેશનો તે દિવસે સર્વથા અભાવ પણ થઇ જતા નથી અને જે તિથિ ઉદયવાળી છે તે તિથિ ક્ષીણતિથિ પણ બની જતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org