________________
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૮૯ શ્રી સૂર્યપ્રાપ્તિવૃત્તિ આદિના પાઠથી પણ સુનિશ્ચિત થાય છે કે-જે દિવસમાં જે તિથિનું નિધન થતું હોય, તે દિવસે જ તે તિથિ સૂર્યોદયસ્પર્શને ન પામી હોય તે ક્ષીણતિથિ ગણાય. આથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય ખોટું છે-એમ તેમણે જ રજૂ કરેલા શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિવૃત્તિ, શ્રી જ્યોતિકરણ્ડક-વૃત્તિ અને શ્રી લકપ્રકાશના પાઠથી પણ પૂરવાર થાય છે. કારણ કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી “બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ તથા પૂનમ કે અમાસ ના ક્ષયે “એકમ, ચોથે, સાતમ, દશમ અને તેરશને ક્ષય” માનવાનું કહે છે. શ્રી સૂયંપ્રજ્ઞપ્તિ–વૃત્તિ આદિના પાઠે મુજબ તે, પૂનમ કે અમાસને દિવસે એકમનું નિધન હોય તે જ એકમને ક્ષય થયો એમ કહેવાય અને એ જ રીતિએ ત્રીજને દિવસે ચોથનું નિધન, છઠને દિવસે સાતમનું નિધન, નેમને દિવસે દશમનું નિધન તથા બારસને દિવસે તેરશનું નિધન હોય, તો જ તે તે ત્રીજ આદિના દિવસે ચોથ આદિ તિથિઓને ક્ષય થયેલે છે, એમ ગણાય. હવે પંચાંગમાં જેવાથી માલુમ પડશે–એમ નહિ, પણ સામાન્ય બુદ્ધિને ઉપયોગ કરવામાં આવે તો પણ માલુમ પડે તેમ છે કે–બીજનો ક્ષય હોય ત્યારે પૂનમ કે અમાસના દિવસે એકમનું નિધન સંભવી શકે જ નહિ અને એ જ રીતિએ પાંચમને ક્ષય હોય ત્યારે ત્રીજના દિવસે થનું નિધન, આઠમને ક્ષય હોય ત્યારે છઠના દિવસે સાતમનું નિધન, અગીઆરસને ક્ષય હોય ત્યારે નમને દિવસે દશમનું નિધન તેમ જ ચૌદશ કે પૂનમ-અમાસને ક્ષય હોય ત્યારે બારસે તેરશનું નિધન હોય જ નહિ, એ નિસંશય બને છે. વધુમાં, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ-વૃત્તિ આદિના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા પાઠે “જે દિવસે જે તિથિ સૂર્યોદયને સ્પર્શીને નિધનને પામી હોય તે દિવસે તે તિથિને ઉદયવાળી તિથિ માનવાનું જ” વિધાન કરે છે, છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તો, એવું મન્તવ્ય ધરાવે છે કે–બીજ આદિન ક્ષયે એકમ આદિને ઉદયવાળી તિથિ મનાય જ નહિ ! અરે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય તો બીજ આદિના ક્ષયે એકમના દિવસે એકમ-બીજ બનેનું નિધન હોય છે, તે છતાં પણ અને એકમ સૂર્યોદયને સ્પર્શ્વ પ
છીથી જ તે દિવસે નિધનને પામેલી હોય છે, તે છતાં પણ તે દિવસે એકમ છે એવું બોલવાની : અને માનવાની પણ મના કરે છે! આમ હોવાથી, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ-વૃત્તિ આદિના મજકુર પાઠ,
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્યને ખોટું ઠરાવનારા હોવા સાથે, અમે જે શાસ્ત્રાનુસારી મન્તવ્ય ધરાવીએ છીએ તે જ મન્તવ્ય વ્યાજબી છે એમ કરાવનારા છે કારણ કે–એક જ દિવસે એકસઠમી અને બાસઠમી તિથિ, એમ બન્ને તિથિઓનું નિધન થાય છે એમ જણાવીને, તે દિવસે બને ય તિથિઓના અસ્તિત્વને સ્વીકાર કરવામાં આવ્યું છે તથા જે તિથિ ઉદયવાળી હતી તે તિથિને ઉદયવાળી તરીકે અને જે તિથિ ઉદયને પામ્યા વિના જ નિધનને પામી તે તિથિને ક્ષીણતિથિ તરીકે જણાવેલ છે! પરસ્પર-વિરૂદ્ધ નિરૂપણે
૧. બીજી વાતઃ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના બીજા મુદ્દાને આશ્રયીને નિરૂપણ કરતાં પહેલો ફકરે નીચે મુજબને લખ્યો છે –
“શ્રી સૂર્યપ્રાપ્તિ વૃત્તિ, શ્રી તિષકરડકવૃત્તિ, અને શ્રી લોકપ્રકાશમાં જે દિવસે સૂર્યોદયની વખતે જ અંશ જેટલી પણ તિથિ હોય તે તે આખા દિવસને, કે જેમાં બીજી તિથિને ફિ અંશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org