________________
૧૮૫
[ જૈન દૃષ્ટિએ તિચિદ્દિન અને પર્વોરાધન... પ્રાયને જાણે છે અને એ જ કારણે તેઓશ્રી પણ, અમારા વડિલાને આ વિષયમાં જે કેટલુંક આચરવું પડયું હતું–તેના સબંધમાં અમારા વડેલાને જે અભિપ્રાય હતા તે અભિપ્રાયને જ અનુસરી રહ્યા છે. તાત્પર્ય એ જ કે–જે પ્રવૃત્તિને શાસ્ત્રવિરૂદ્ધ જાણવા અને માનવા છતાં પણ તેવા પ્રકારના સંયેાગાને કારણે આચરવી પડી હોય, તેવી પ્રવૃત્તિને જીતવ્યવહાર તરીકે સ્વીકારવાનું અમેને સૂચન કરનાર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીની બુદ્ધિની બલિહારી છે ! ઉપરાન્ત, સર્વ પર્વતિથિએના સંબંધમાં તેા, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પ્રવૃત્તિ આચરાઈ જ નથી, એ નિવિવાદ વાત છે.
નાટ વિષે :
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના પહેલા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણને અન્તે જે “ નેટ ” મૂકી છે, તેના સંબંધમાં પણ અમે આ પ્રતિવાદમાં પૂર્વે જણાવી ગયા છીએ, એથી અત્રે તેનું પુનરાલેખન કરતા નથી.
ખીજા અને ત્રીજા મુદ્દાના નિરૂપણના સંયુક્ત પ્રતિવાદ
શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ-વૃત્તિ: આદિના પાઠથી પણ જે દિવસે જે તિથિ સુર્યાયને સ્પર્યા વિના સમાપ્ત થતી હાય તે જ ક્ષીતિથિ કહેવાય :
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના ખીજે મુદ્દો- જૈન શાસ્ત્રમાં એક દિવસે એ સામાન્ય તિથિ કે એ પર્વતિથિ માનવાનું વિધાન છે કે કેમ ? ”—આ મુજબના છે અને તેમ છતાં પણુ, મજકુર મુદ્દાને આશ્રયીને નિરૂપણ કરતાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, વત્તમાનના પંચાંગકારીની માન્યતાના વિષયમાં પણ નિરૂપણ કર્યું છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ–વૃત્તિના પાઠ અર્થ સાથે આપ્યા છે, શ્રી યાતિષ્કરણ્ડક–વૃત્તિનો પાઠ આપીને તે પાકને અર્થ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ–વૃત્તિના પાઠના જે અર્થ છે તેવા જ છે—એમ જણાવેલ છે અને શ્રી લેાકપ્રકાશના તે પાઠ પણ નથી આપ્યા અને અર્થ પણ નથી આપ્યા. · લોકપ્રકાશ પત્ર ૩૮ તથા ૪૦૦ માં પણ આ પ્રમાણે જ છે ’–એમ જણાવી દીધું છે. આ રીતિએ ત્રણ ત્રણ શાસ્ત્રોનાં નામે અને પાઠના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવેલ છે, તે પણ વસ્તુતઃ એમ સૂચવે છે કે એક દિવસે એ સામાન્ય તિથિએ અગર એ પર્વતિથિએ અવશ્ય હોઈ શકે છે. ઉપરાન્ત, મજકુર પાઠથી એ વાત પણ ફલિત થાય છે કે જે દિવસે જે તિથિ નિધનને એટલે સમાપ્તિને પામતી હાય છે, તે દિવસને તે તિથિના દિવસ તરીકે ગણાય છે. એકસઠમા દિવસે એકસઠમી અને બાસઠમી તિથિ બન્ને નિધનને પામે છે, એમ જણાવીને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં એક દિવસે મે તિથિઓના સદ્ભાવને કબૂલ રાખવામાં આવ્યા છે અને જે તિથિ સૂર્યોંદયને સ્પર્શવા પામી નથી તે તિથિને જ ક્ષીણતિથિ કહેવાય—એમ પણ જણાવવામાં આવ્યું છે. આથી, એ વાત પણ નિશ્ચિત થાય છે કેજે દિવસે જે તિથિ સૂર્યોદયને સ્પર્શેલી હોય, તે દિવસે તે તિથિને ક્ષીણતિથિ તરીકે કહી શકાય જ નહિ, પણ ઉયવાળી તિથિ જ કહેવાય. હવે, જ્યાં જે દિવસે જે તિથિ નિધનને પામી હાય, તે દિવસે તે તિથિ સૂર્યોદયને સ્પર્શેલી હોય તેા તેને ક્ષીરુતિથિ કહેવાય જ નહિ, ત્યાં વળી જે દિવસે જે તિથિનું નિધન નથી, તે દિવસે તે તિથિના ક્ષય મનાય જ કેમ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org