________________
..લવાદી ચર્ચામાં પૂ. આ૦ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ].
૧૮૭ “કદાચ શંકા થાય છે કે છત અને આજ્ઞા, એ બે વસ્તુ જણાવવાની શી જરૂર? કેમકે એકલા જીતઆચારને પણ સર્વ શાસનના પ્રેમીઓ એ જિનેશ્વરમહારાજ આદિના વચન રૂપી આજ્ઞાની જેટલી માન્યતા રાખવાની હોય છે તેટલી જ માન્યતા છતઆચારની રાખવાની હોય છે, તે પછી અહીં પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં છત અને આજ્ઞા એ બંને જણાવવાનું કારણ શું? આવી રીતે થતી શંકાના સમાધાનમાં જણાવવાનું કે કેટલાક અણસમજુ મનુષ્ય એક આચાર્યું કર્યું છે તે વૃત્ત, બીજી પાટવાળા આચાર્યું કર્યું તે અનુવૃત્ત અને ત્રીજી પાટવાળા આચાર્યું કર્યું તેને પ્રવૃત્ત કહીને માત્ર તેટલી પરંપરાથી જ પ્રવર્તેલા આચારને જીતક૫ માની લે છે, પણ તે છતકલ્પ આજ્ઞાને અનુસરીને હોતો નથી, તે તેવા છતકલ્પને માનવાની શાસ્ત્રકારે સાફ સાફ મનાઈ કરે છે.
અને તેથી જ શાસ્ત્રકારો આદરવા લાયક પરંપરાના આચારરૂપી જીતને જણાવતાં સાફ શબ્દોમાં જણાવે છે કે જે પરંપરાના આચારરૂપી છતઆચારથી આત્માની અથવા આચારની અશુદ્ધિ થાય, તેમજ શિથિલાચારી અને પ્રમાદીઓએ ઘણાઓએ મળીને પણ આચરેલું હોય અને તે પરંપરાથી આવ્યું હોય તે પણ તે છત આચરવા લાયક નથી, અને આજ કારણથી શ્રી ધર્મરત્નપ્રકરણમાં આચાર્ય મહારાજશ્રી શાંતિસૂરિજી જણાવે છે કે ગ૭ કે દિગબંધનાં નામે શ્રાવક ઉપર મમત્વ કરવું, ચૈત્યમાં વાસ કરવો, શરીર અને વસ્ત્ર આદિકની શુશ્રષા કરવી, વસતિ (ઉપાશ્રય) વિગેરેની માલિકી માટે દસ્તાવેજ કરાવવા વિગેરે આચારો આત્માને અશુદ્ધ કરનાર અને સાવદ્ય હોવાથી કોઈપણ ધર્મિષ્ઠ મનુષ્યને તે આદરવા લાયક નથી, અર્થાત શ્રી શાંતિસૂરિજીના ફરમાન મુજબ માત્ર પરંપરાથી આવેલે આચાર છે એમ ધારી માની લેવું નહિ, પણ જે આચાર આગમરૂપી આજ્ઞાને અનુસરીને હોય અને સંયમની શુદ્ધિ કરનાર હોવા સાથે અપ્રમાદની વૃદ્ધિ કરી નિર્મળતા કરનાર હોય તે જ છતઆચારને આજ્ઞા જે ધર્મિકોએ માન.
આચાર્ય મહારાજશ્રી અભયદેવસૂરિજી તે આગમઅષ્ટોત્તરીમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે તેજ જીત આચાર હોય કે જે બળ અને બુદ્ધિની ખામીના બચાવ માટે જ ઉપયોગી હોય, અને તેથી જ તેઓશ્રી જણાવે છે કે ગુપ્તિ સમિતિ, પડિલેહણ, સંવત્સર પર્વ, તથા ચતુર્માસિક પર્વ સિવાયની તિથિનું પલટવું વિગેરેમાં આચરણ હોય જ નહિ.” આચર્યું એમ નહિ પણ આચરવું પડયું ? " ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના પહેલા મુદ્દાને આશ્રયીને કરેલા નિરૂપણમાંના છેલ્લા ત્રણ (૮, ૯, ૧૦) ફકરાઓમાં અમારા પરમ તારક પૂર્વજોના સંબંધમાં જણાવેલું છે. અમારા સ્વ. વડિલો કેવા અભિપ્રાયના હતા, તે અમે જાણીએ છીએ અને તે મહાપુરૂષો જે મન્તવ્યને ઉરે ધરતા હતા તથા જે મન્તવ્યને વ્યવહારમાં સુપ્રચલિત બનાવવાની તકની રાહ જોયા કરતા હતા, તે મન્તવ્યને જ અમે માનીએ છીએ તથા અનુસરીએ છીએ. પૂ. શાન્તતપોભૂતિ, વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજા હાલ આશરે ૯૦ વર્ષની ઉમ્મરવાળા છે. અમારા જે વડિલની વાત આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવી છે, તે વડિલેને તેઓશ્રીને સારો પરિચય હતું, એટલે તેમને પૂછવાથી પણ અમારા વિડિલોને અભિપ્રાય જાણી શકાય તેમ છે. વળી, વિ. સં. ૧૯૪પ ના પંચાંગની વાત તથા વિ. સં. ૧લ્પર માં ભાદરવા સુદ પાંચમને ક્ષય આવતાં ભાદરવા સુદ ૪ ને ભા. સુ. ૪ ના દિને જ કાયમ રાખવાના તેઓશ્રીના અભિપ્રાયની વાત, એ વિગેરે અમો અગાઉ જણાવી ગયા છીએ. અમારા પરમ ગુરૂદેવ પૂજ્યપાદ સિદ્ધાન્ત મહોદધિ આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, કે જેઓશ્રીને દીક્ષિત બન્મે લગભગ ૪૨ વર્ષ થઈ ગયાં છે, તેઓશ્રી પણ અમારા સ્વર્ગસ્થ વડિલોના અભિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org