________________
૧૮૨
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પરાધન.. ગચ્છમાં એક માત્ર શ્રી તપાગચ્છ જ એ છે કે-જે ગણમાં શ્રી જિનાગમાદિમાં ફરમાવેલી અને આચરણાનાં લક્ષણે મુજબની શુદ્ધ સામાચારી અખડિતપણે પ્રવર્તમાન છે, એવી વાત સલમી શતાબ્દિમાં થયેલા પૂ. આચાર્યભગવાન શ્રીમદ્ મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજાએ પિતાની રચેલી “ગુર્નાવલી” માં નીચેના ગ્લૅકો દ્વારા જણાવી છે–
“ વાજ્ઞામાન્નોત્થાનન્તસંસાનમઃ |
सामाचार्योऽपि पाश्चात्यैः, प्रायः स्वैरं प्रवर्तिताः॥ ४६४ ।। " उपधानप्रतिक्रान्ति-जिनार्चादिनिषेधतः ।
न्यूनिता दुःषमादोषात् , प्रमत्तजनताप्रियाः ॥ ४६५ ॥ " यत्तत्प्रासुकमिष्टाम्बु-प्रवृत्त्यादिसुखावहाः।
वीक्ष्यन्तेऽन्यगणेष्वत्राऽचरणा लक्षणोज्झिताः ॥ ४६६ ।। " या श्रीवीरसुधर्माद्यैः, प्रणीता स्वागमानुगा। __आचीर्णा स्थविरः काला-नुरूपयतनाश्रिता ॥ ४६७ ॥ " सामाचारी गणेऽस्मिंस्तु, शुद्धा सेवास्त्यखण्डिता।
વર/તા સર્વ-ળાન્તરતાધિ ! કદ્દ૮ ” [શુદ્રિત.૧૦૧૨] આવી શુદ્ધ સામાચારીથી વિભૂષિત શ્રી તપાગચ્છમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પ્રવૃત્તિ આચરણ તરીકે વિહિત કરાએલી હોય, એ બનવાજોગ વસ્તુ જ નથી. બાકી, તેવા પ્રકારના કાલમાં અબહુશ્રુત અને અસંવિગ્ન માણસેથી સત્તાદિકના બલે તે અનેક પ્રકારની અનિષ્ટ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થવા પામે, તો તે અસંભવિત નથી. નિષ્પરિગ્રહી સાધુઓને પરિગ્રહધારી શ્રીપૂજ્યોને પણ વજન કરવું પડે, એ ઓછી વાત છે? પરિગ્રહધારિને સાધુ વન્દન કરે તે શાસ્ત્રવિરૂદ્ધ છે, છતાં સાધુઓને વન્દનેય કરવું પડતું અને આજ્ઞા ય માનવી પડતી. એને શું આચરણ કહેવાય? નહિ જ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પ્રવૃત્તિને આચરણ તરીકે રજૂ કરી છે, તેમાં જીતનું લક્ષણ પણ ઘટી શકતું નથી અને તેને કઈ પણ પ્રમાણિક શાસ્ત્રગ્રન્થને આધાર મળી શકતો નથી. આમ છતાં, અમુક સમયને માટે અમે અગાઉ દર્શાવી ગયા છીએ તેવી રીતિએ ચાલવા માત્રથી જ જો તેને “જીતવ્યવહારનું નામ આપીને પ્રમાણભૂત માની લેવાય, તે પછી પર્ણમીયક, આંચલિક, ખરતર, આગમિક, લંપક અને કટુક મતાની આચરણાઓ, કે જે અનુક્રમે પૂર્ણિમા પાક્ષિક, ગૃહસ્થને મુખવસ્ત્રિકાને નિષેધ, ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં છ કલ્યાણ, શ્રતદેવતાની સ્તુતિને પ્રતિષેધ, મૂર્તિપૂજા-નિષેધ અને વર્તમાન સમયમાં શાસ્ત્રોક્ત સાધુત્વના અસ્તિત્વને નિષેધ વિગેરે વિગેરે કરવા રૂપ છે, તેઓને પણ તે તે વિષયમાં જીતવ્યવહાર છે એવું માનવાને બાધ્ય થવું પડશે. કારણ કે-તે તે માન્યતાઓને અનુસરનારા સંપ્રદાયને પણ એ કહેવાને અધિકાર પ્રાપ્ત થશે કે અમારી માન્યતાઓ અને આચરણાઓ શાસ્ત્રીય છે કે નહિ, એ અમારે જોવાનું નથી. અમારા પૂર્વાચાર્યોએ એ પરંપરા ચલાવી છે અને તેમના શિષ્ય-પ્રશિષ્યાદિની સંખ્યાબંધ પેઢીઓથી ચાલી આવે છે, માટે અમારા મતે તે છતવ્યવહાર છે, કે જેને શાસ્ત્રકારોએ પાંચમા વ્યવહાર તરીકે ઓળખાવ્યો છે.” વળી કેઈને પણ અમુક પ્રવૃત્તિ શાસ્ત્રવિરૂદ્ધ છે-એમ કહીને,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org