________________
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ].
૧૮૧ અગીઆરસ અને ચૌદશ-એ પાંચ પર્વતિથિઓએ પરભવના આયુષ્યને બંધ પડવાને જે સંભવ છે, તે સંભવ અન્ય કઈ પણ તિથિએ નથી–એવું સૂચવીને પણું, બીજ આદિ પાંચ પર્વતિથિઓએ તપવિધાનાદિ ધર્માનુષ્ઠાન કરવાનું શ્રી જિનાગમમાં ફરમાવેલું છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય, પૂનમ કે અમાસની વૃદ્ધિએ ઉદયગતા ચૌદશને બીજી તેરશ માનવાનું વિધાન કરે છે, એટલે જેઓ ચતુર્દશીના કારણે પાપથી નિવૃત્તિ આદિ તથા તપોવિધાનાદિ કરતા હોય, તેઓને ખરી ચતુર્દશીએ પાપથી નિવૃત્તિ આદિ તથા તપવિધાનાદિ કરતાં અટકાવે છે, અને એ રીતિએ ખરી ચતુર્દશીએ પાપમાં પ્રવર્તાવે છે. હવે જે તે જ ખરી ચતુર્દશીએ આયુષ્યને બંધ પડે, તે પાપપ્રવૃત્ત હોવાના કારણે નુકશાન થયા વિના ન રહે. આ રીતિએ પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય અશુદ્ધિકર છે, એવું પૂરવાર થાય છે. વળી ચૌદશે પાક્ષિક કે ચૌમાસી પર્વ છતાં, પાક્ષિક કે ચૌમાસી પર્વ ચૌદશે ન મનાય તથા ભાદરવા સુ. ૪ ના સંવત્સરી પર્વ છતાં, ભા. સુ. ૪ના સંવત્સરી પર્વ ન મનાય તે પર્વ
લેપક બનાય, એ કારણે પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય અશુદ્ધિકર છે. (૪) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પ્રવૃત્તિને વાસ્તવિક પ્રકારની આચરણા તરીકે જણાવી
છે, તે પ્રવૃત્તિ શાસ્ત્રવિરૂદ્ધ, સાવદ્ય અને અશુદ્ધિકર હોવાના કારણે, તે પ્રવૃત્તિને “આચરણા” કહી શકાય જ નહિ: પણ તેથી ય આગળ (ચ) પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિનું
મૂળ કઈ પણ સાતિશય પુરૂષમાં છે જ નહિ. () આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી મજકુર પ્રવૃત્તિ આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજથી
શરૂ થઈ એમ કહેતા હોય, તે પહેલી વાત તે એ છે કે–આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે તેવી પ્રવૃત્તિ શરૂ કર્યાની વાત બનાવટી છે અને બીજી વાત એ કે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ શ્રુતવ્યવહારી હોઈને મૃતનું ઉલ્લંઘન કરવાને તેમને અધિકાર હતું જ નહિ, જ્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી
'પ્રવૃત્તિમાં શ્રતનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. (૬) અજ્ઞાન અને પરિગ્રહધારી શ્રીપૂજાની સત્તાના સમયમાં અનિયમિતપણે, અપૂર્ણપણે
અને શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધપણે શરૂ થયેલી છે. () જે વિષયમાં મૃતપ્રાપ્તિ થતી હોય અને કૃતાનુસરણ કરવામાં બલ-બુદ્ધિ આદિની
ખામી નડવાને સંભવ જ ન હોય, તેમાં જીતનું પ્રાધાન્ય હોઈ શકે જ નહિ.
આ વિગેરે કારણેથી પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે પ્રવૃત્તિને વાસ્તવિક કેટિની આચરણા તરીકે રજૂ કરેલી છે, તે પ્રવૃત્તિને કઈ પણ રીતિએ વાસ્તવિક કેટિની આચરણ કહી શકાય તેમ નથી. તેવી પ્રવૃત્તિને આચરણા કહેવી, એ આચરણાનું અપમાન
કરવા બરાબર પણ છે. શ્રી તપાગચ્છમાં એવી શાસવિરૂદ્ધ આચરણ સંભવે જ નહિ
૧. શ્રી જૈન શાસનને માનવાવાળા તરીકે પિતાને જણાવતા ઘણા ગ છે, પરંતુ સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org