________________
૧૮૦
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વારાધન. માસીને માટે ચેથા માસની ત્રીસમી તિથિને લંઘાય નહિ અને સંવત્સરીને માટે બારમા માસની ત્રીસમી તિથિને લંઘાય નહિ. એ વાત, પૂર્વે સંજવલનાદિ કષાયના ઉદયની વાતમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના શબ્દોમાં કહેવાઈ ગઈ છે. પહેલી પૂનમે કે પહેલી અમાસે પાક્ષિક અગર ચાતુર્માસિક કરવાથી, પંદરમી તિથિ અગર ચેથા માસની ત્રીસમી તિથિ લંઘાય છે અને ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનવાથી બારમા માસની ત્રીસમી એટલે સંવત્સરની ત્રણ સો સાઈઠમી તિથિ લંઘાય છે, એથી પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રવિરૂદ્ધ છે એમ સાબીત થાય છે. વળી શાસ્ત્રની આજ્ઞા એવી પણ છે કે-કલ્યાણકતિથિઓ એ પણ પર્વતિથિઓ જ છે. આમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્ય પ્રમાણે કલ્યાણકતિથિઓ અપર્વતિથિઓ જ ઠરે છે, એ વાત આગળ જણાવી ગયા છીએ ? કારણ કે તેઓ
પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ થાય” એમ કહીને અને પર્વતિથિની હાનિ-વૃદ્ધિ મનાય જ નહિ” એમ કહીને, કલ્યાણકયુક્ત એવી પણ ત્રાદશી આદિ પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ પણ માને છે અને ચતુર્દશી કે પૂર્ણિમા-અમાવાસ્યા આદિની હાનિ-વૃદ્ધિએ કલ્યાણકયુક્ત એવી પણ ત્રદશી આદિ તિથિઓની ટીપણામાં ન હોય તે પણ કાલ્પનિક રીતિએ હાનિ-વૃદ્ધિ કરે છે. આમ, શાસ્ત્ર જે તિથિને પર્વતિથિ કહેવાય-એમ ફરમાવે છે, તે તિથિને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂર રિજીનું મન્તવ્ય અપર્વતિથિ જ કરાવે છે અને એ કારણે પણ આચાર્ય શ્રી સાગરા
નન્દસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રથી વિરૂદ્ધ છે. (૨) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્ય મુજબ વર્તવામાં આવે, તે ઘણી રીતિએ મૃષાવાદી
પણ બનાય છે. જો કે-મૃષાવાદ, એ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ જ છે પણ અત્રે મૃષાવાદના દેષને પ્રધાન બનાવીને કહેવાય છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્યને અનુસરવામાં આવે તે નીચેની બાબતમાં મૃષાવાદી બનવું પડે. (૪) પહેલી પૂનમે કે પહેલી અમાસે “આજે ચૌદશ છે”—એમ બોલવું, એ મૃષાવાદ છે. (૪) ઉદયગતા ચતુર્દશીએ “આજે તેરશ છે”—એમ બોલવું, એ મૃષાવાદ છે. (૬) ભાદરવા સુદ પહેલી પાંચમે “આજે ભાદરવા સુદ ચોથ છે”—એમ બોલવું, એ મૃષાવાદ છે. ૬) ઉદયગતા ભાદરવા સુદ ચોથે “આજે ભાદરવા સુદ ત્રીજ છે”—એમ બેલવું, એ મૃષાવાદ છે. (૪) એકમ, ત્રીજ, ચોથ, સાતમ, દશમ અને તેરશની હાનિ કે વૃદ્ધિ ન હોય, તે છતાં
પણ “એકમાદિની હાનિ-વૃદ્ધિ છે”—એમ બેલવું, એ મૃષાવાદ છે. () પહેલી બીજ, પહેલી પાંચમ, પહેલી આઠમ, પહેલી અગીઆરસ અને પહેલી ચૌદશને
બીજી એકમ, બીજી ચૂથ, બીજી સાતમ, બીજી દશમ અને બીજી તેરશ” કહેવી,
એ મૃષાવાદ છે. (૪) પર્વતિથિને “અપર્વતિથિ” કહેવી, એ મૃષાવાદ છે. (૩) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રવિરૂદ્ધ અને મૃષાવાદમય વાજ કારણે સાવદ્ય
હોવાથી અશુદ્ધિકર જ છે, પણ એક વધુ પ્રકારે પણ અશુદ્ધિકર છે. બીજ, પાંચમ, આઠમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org