________________
૧૭૮
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન... ૨. ઉપર રજૂ કરવામાં આવેલા શાસ્ત્રપાઠ જેવાથી તમે સમજી શકશે કે-વૃત્તાનુવૃત્તપ્રવૃત્તના શબ્દાર્થ માત્રને ગ્રહણ કરીને, ગમે તેવી આચરણ ને, શ્રી જિનશાસને જે આચરણાને શ્રી જિનવચનની માફક માનવા લાયક જણાવેલી છે તેવી “આચરણ” તરીકે માની લેવામાં આવે, તે ભારે અનર્થ નિષ્પન્ન થયા વિના રહે નહિ. જે કંઈ પણ આચરણા, આચરણાનાં લક્ષણેથી યુક્ત હોય, પણ આચરણાના એક પણ લક્ષણની અવમાનના કરનારી ન હોય, તે આચરણ શ્રી જિનાજ્ઞાની માફક જ માન્ય કરવા લાયક છે અને તેમ કરવામાં પણ વસ્તુતઃ તે શ્રી જિનાજ્ઞાની જ આરાધના છે. કારણ કે આચરણાને માનવી જોઈએ, એવું પણ ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફ માવેલું છે માટે જ માન્ય કરાય છે અને એ રીતિએ વિચારણા કરતાં પણ સમજી શકાય કેજ આચરણામાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાથી વિરૂદ્ધતા હોય, તેવી આચરણને માનવાની કલ્પના પણ ભવભીરૂ શાસનાનુસારિઓથી થઈ શકે નહિ. આથી જ, આચરણના નામે કેઈ ઉન્માર્ગે ચાલી ન જાય અગર કેઈ ઉન્માર્ગે દોરી જઈ શકે નહિ-એ હેતુથી પણ, પરમ ઉપકારી મહાપુરૂષોએ આચરણના વિષયમાં ઘણી ઘણી સ્પષ્ટતા કરેલી છે અને તે જોતાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેમ પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિવૃદ્ધિ ગમે તેટલા લાંબા કે ટૂંકા કાલથી થતી આવી હોય, તો પણ તેને કઈ પણ રીતિએ વાસ્તવિક સ્વરૂપની આચરણા તરીકે કહી કે માની શકાય નહિ.
૩. ઉપર જણાવેલા શાસ્ત્રપાઠમાં સાફ સાફ શબ્દોમાં એમ જણાવવામાં આવ્યું છે કે(૧) જે આચરણ સંવિગ્નગીતાર્યાદિગુણુભાફ પ્રમાણસ્થ પુરૂષે પ્રવર્તાવેલી ન હોય, તેવી ગમે તેટલી
જુની પણ આચરણાને વાસ્તવિક સ્વરૂપની આચરણ કહી શકાય જ નહિ. (૨) સંવિગ્નગીતાર્યાદિગુણભા પ્રમાણુસ્થ પુરૂષે પ્રવર્તાવેલી એવી પણ આચરણ, જે રાગ-દ્વેષથી
અથવા માયાથી રહિતપણે પ્રવર્તાવેલી ન હોય, તો તે આચરણાને વાસ્તવિક સ્વરૂપની આચરણ
કહી શકાય જ નહિ. (૩) સંવિગ્નગીતાર્યાદિગુણભાફ પ્રમાણસ્થ પુરૂષે અશકપણે પ્રવર્તાવેલી એવી પણ આચરણા, જો
નિરવ ન હોય એટલે કે સર્વથા હિસાવિરમણ આદિ મહાવ્રત રૂપે મૂલગુણે અને પિંડ વિશુદ્ધયાદિ ઉત્તરગુણેને વિઘાત કરનારી હોય અગર તે શાસ્ત્રવચનેને વિઘાત કરનારી
હોય, તે પણ તેને વાસ્તવિક સ્વરૂપની આચરણ કહી શકાય જ નહિ. (૪) સંવિગ્નગીતાર્યાદિગુણભાફ પ્રમાણસ્થ પુરૂષ અશઠપણે પ્રવર્તાવેલી અને નિરવઘ એવી પણ
આચરણા, જે તત્કાલીન તથાવિધ ગીતાર્થોથી નિષિદ્ધ કરાએલી હોય, તે પણ તેને વાસ્તવિક
સ્વરૂપની આચરણ કહી શકાય જ નહિ. (૫) સંવિગ્નગીતાર્યાદિગુણભાફ પ્રમાણસ્થ પુરૂષે અશકપણે પ્રવર્તાવેલી હોય, નિરવદ્ય હોય અને
તત્કાલીન તથાવિધ ગીતાર્થોથી નિષિદ્ધ કરાએલી પણ ન હોય, એવી ય આચરણ જે તત્કાલીન તથાવિધ બહુશ્રુતેએ બહુમત કરેલી ન હોય, તે પણ તેને વાસ્તવિક સ્વરૂપની
આચરણ કહી શકાય જ નહિ. (૬) જે પરંપરાનું મૂળ સાતિશાયી પુરૂષ ન હોય, તેને વસ્તુતઃ પરંપરાગત તરીકે કહી શકાય નહિ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org