________________
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૭૧ કે વૃદ્ધિ હોય તે પણ શ્રી દેવસૂર તપાગચ્છમાં તે હાનિ-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપવંતિથિની જ હાનિ-વૃદ્ધિ થતી આવે છે તે છતવ્યવહાર ગણાય કે નહિ?”—આ પ્રશ્ન પતે જ ઉપસ્થિત કરેલ હોઈને અને પિતાના તે પ્રશ્નના ઉત્તર રૂપે જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ નિરૂપણ કરેલું હોઈને, તે નિરૂપણમાં, પહેલાં તે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જીતવ્યવહારનાં લક્ષણે દર્શાવવાં જોઈતાં હતાં અને છતવ્યવહારનાં લક્ષણો દર્શાવવા સાથે તેના સ્પષ્ટીકરણને અંગે શ્રી જૈન શાસ્ત્રોમાં જે વર્ણન કરવામાં આવ્યાં છે, તે રજૂ કરવાં જોઈતાં હતાં. “વત્તણુવત્તાવો” વાળી એક ગાથા, કે જે શ્રી જીવકલ્પભાષ્ય તથા શ્રી વ્યવહારભાષ્યમાં પણ છે, તે એક ગાથાને બને ભાગેના નામ સાથે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવી છે, પણ તે ગાથાના અર્થની વિચારણા કરતાં, જો-“સંવિજ્ઞ ગીતાર્થો જે આચરણ કરે તે કેવી કરે ? સૂત્રની અપેક્ષાથી કે સૂત્રથી નિરપેક્ષપણે?”—આ વિગેરે વાતે વિચારવામાં ન આવે, તે તે એક માત્ર ગાથાને જેનાર, ભારે ગેરસમજને ભેગ પણ બની જાય, એ સુસંભવિત છે. “સંવિજ્ઞ બહુશ્રુતેને પણ શાસ્ત્રથી વિરૂદ્ધ આચાર પ્રવર્તાવવાને અધિકાર નથી અને વિજ્ઞ બહુશ્રુતેએ પ્રવર્તાવેલો આચાર જો શાસ્ત્રથી વિરૂદ્ધ હોય તે તે પ્રમાણુ ગણાય નહિ. –આવી શ્રી જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોએ ફરમાવેલી વાત
ખ્યાલમાં હોય, તે જ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલી “વત્તyવત્તાવો” વાળી ગાથાને જેવા છતાં પણ, ગેરસમજથી બચી શકાય. અમારે ભારે દુઃખ પૂર્વક કહેવું પડે છે કે
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તમને ગેરસમજના માર્ગે દોરી જવાને માટે જ, એ એક ગાથા આપીને આચરણની પ્રમાણપ્રમાણતાને સ્પષ્ટ કરનારા ઉલ્લેખો રજુ નહિ કરતાં, આચરણાની પ્રબલતાના નામે, શ્રી ધર્મરત્ન પ્રકરણને ઉલ્લેખ તેની આજુબાજુના સંબંધને જણાવ્યા વિના જ રજૂ કર્યો છે અને તેને અસંગત એવો પણ અર્થ જણાવ્યું છે.”-જે વાત અમે આચરણની પ્રમાણપ્રમાણતા વિષયક શ્રી જૈન શાસ્ત્રોના ઉલ્લેખો તથા શ્રી ધર્મરત્ન પ્રકરણના પાઠ વિષે ખૂલાસો કરીશું, તે ઉપરથી વધારે સ્પષ્ટ રૂપે સમજાશે. અહીં તે વાત એ છે કે શ્રી જૈન શાસ્ત્રોમાં જીતવ્યવહારનાં જે લક્ષણે દર્શાવવામાં આવ્યાં છે તે લક્ષણે તેમ જ જીતવ્યવહારનાં તે લક્ષણોના સ્પષ્ટીકરણને અંગે જે ઉલ્લેખો શ્રી જેન શાસ્ત્રમાં કરાએલા મૌજૂદ છે, તે રજૂ કર્યા પછીથી પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી “ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય તે પણ તે હાનિ-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ” અમુક કાલથી કે પેઢીઓથી ચાલી આવતી હોય તે પણ, તે પ્રવૃત્તિને જીતવ્યવહારનાં લક્ષણે વસ્તુતઃ ઘટી શકે છે કે નહિ અને તે લક્ષણે ઘટી શકતાં હોય તે પણ તે કેવી કેવી રીતિએ ઘટી શકે છે, એ બધું આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ વિગતવાર જણાવવું જોઈતું હતું. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આવું કાંઈ જ કર્યું નથી, એટલું જ નહિ, પણ આચરણ”ને “જીતઆચાર” કહેવાયતે જણાવતાં ત્રણ સૂત્રોની સાક્ષી અને એકની એક ગાથા માટે બે ભાષ્યગ્રન્થની સાક્ષી આપનાર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પોતે જે પ્રવૃત્તિને જીતવ્યવહાર કહે છે તે પ્રવૃત્તિને કયા કયા કારણે જીતવ્યવહાર કહી શકાય-એ વિષેનું એક પણ વાસ્તવિક શાસ્ત્ર પ્રમાણ રજૂ કર્યું નથી. કારણ એ જ છે કે-જૈન શાસ્ત્રકાર મહાપુરૂષોએ જીતઆચારનાં જે લક્ષણે ફરમાવ્યાં છે અને તે લક્ષણના સ્પષ્ટીકરણને અંગે જે જે વાતે ફરમાવી છે, તેમાં જે ઉંડા ઉતરાય તે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે પ્રવૃત્તિને છતવ્યવહાર ઠરાવવાને તત્પર બન્યા છે, તે પ્રવૃત્તિ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org