________________
૧૭૦
[[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન .. જોયું કે આ બધાની વાટ જોતાં આખું ય જશે અને સાચી વાત મારી જશે, ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા હતા તે મુજબ આચરવા માંડયું.” “આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હેય જ નહિ.”
ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ.” “ પૂર્વકાળમાં અસત્યભાષણ અને શાસનની હીલના ન થાય તેને બહુ ડર હતું. આજે એ ભૂલીને આ ચર્ચામાં જેમ ફાવે તેમ લખાઈ અને બેલાઈ રહ્યું છે, એટલે એમાં સાચી વાત મારી જાય તેમાં નવાઈ શી?”
તથા–
“તેઓ વૈરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બેલતા નથી, બાકી હડહડતું અસત્ય છે.”
૯. ઉપર જણાવેલી સર્વ બીનાઓ ઉપરથી જાણી શકાશે કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ વિ. સં. ૧૯૧ સુધીનાં છેલ્લાં લગભગ ત્રણ વર્ષ સુધી પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ હાનિ-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ અખંડપણે ચાલી” એમ જે કહ્યું છે, તે સત્યથી કેટલું બધું વેગળું છે? આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પ્રવૃત્તિ, નથી તે સર્વ પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં પ્રવર્તી, નથી તે અખંડિતપણે પ્રવર્તી અને નથી તે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના બદલે અપર્વતિથિની જ ક્ષય–વૃદ્ધિ કરવામાં પ્રવર્તી. તેમજ “વિ. સં. ૧૯૨ થી પર્વતિથિની હાનિ અને વૃદ્ધિના પ્રસંગમાં જુદું કથન અને માન્યતા થવાથી સ્વલ્પ વર્ગ જુદો પડ્યો છે ”—એમ જે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પહેલા મુદ્દાના નિરૂપણમાં જણાવ્યું છે, તે પણ સત્યથી વેગળું જ છે. છતવ્યવહાર
૧. હવે અમે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પહેલા મુદ્દામાં અને તેને આશ્રયીને કરેલા નિરૂપણમાં, “છતવ્યવહાર ની જે વાત જણાવી છે, તેના સંબંધમાં જણાવીએ છીએ.
૨. આ વિષયમાં સૌથી પહેલે ખૂલાસે તે એ કરવાનો છે કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “આચરણ”ને સૂત્રોમાં જીતઆચાર” તરીકે જણાવેલ છે, એમ કહેતાં શ્રી સ્થાનાંગસૂત્ર, શ્રી ભગવતીજીસૂત્ર અને શ્રી વ્યવહારસૂત્રને નામેલ્લેખ કરીને, તેમાંના પાઠોની સાક્ષી આપેલ છે. પરંતુ “આચરણ”ને “જીતઆચાર” કહેવાય કે નહિ, એ વિષયમાં અમારી અને તેમની વચ્ચે અત્યાર સુધીમાં મન્તવ્યભેદ ઉપસ્થિત થવા પામ્ય જ નથી. વધુમાં, શ્રી જૈન શાસનમાં વર્ણવાએલા છતઆચારને પણ માન્ય કરે જ જોઈએ, એ વિષયમાં પણ અમારી અને તેમની વચ્ચે અત્યાર સુધીમાં મન્તવ્યભેદ ઉપસ્થિત થવા પામ્યું જ નથી. “આચરણાને જીતઆચાર કહેવાય અને છતઆચારને પણ તેના તેના સ્થાને વ્યવહાર કરવો જ જોઈએ, એવું અમે માનીએ જ છીએ. અમે બન્ને વચ્ચે આ વિષયમાં જે મન્તવ્યભેદ છે, તે એ જ છે કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી જે પ્રવૃત્તિને જીતવ્યવહાર તરીકે જણાવે છે, તે પ્રવૃત્તિને વસ્તુતઃ છતવ્યવહાર કહેવાય કે નહિ? અમારું મન્તવ્ય એવું છે કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પ્રસ્તુત વિષયમાં જે પ્રવૃત્તિને છતવ્યવહાર તરીકે જણાવે છે, તે પ્રવૃત્તિને વસ્તુતઃ છતવ્યવહાર તરીકે ઓળખી કે ઓળખાવી શકાય તેમ છે જ નહિ.
૩. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પહેલા મુદ્દામાં-ટીપણામાં પર્વતથિની હાનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org