________________
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૬૯ પણ તક અને સામગ્રીની અનુકૂળતા આદિની રાહ જોતા હતા. તેમને એમ હતું કે-ભાદરવા સુદ પાંચમની હાનિ-વૃદ્ધિએ ભાદરવા સુદ ૪ ઉદયતિથિને સાંવત્સરિક પર્વતિથિ તરીકે છેડી દેવાની પ્રવૃત્તિ શરૂ થઈ નથી અને તેવી પ્રવૃત્તિ ન જ થઈ શકે, એ વાતમાં “એક માત્ર આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી સિવાય સકલ શ્રીસંઘ” સમ્મત છે, એટલે અવસરે કેટલીક પર્વતિથિઓની હાનિ -વૃદ્ધિ વિષયક જે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ ચાલી પડેલી છે તેને નામશેષ કરી શકાશે. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પણ, વિ. સં. ૧૯૫૨ માં શ્રીસંઘથી જુદા પડ્યા બાદ, વિ. સં. ૧૬૧ માં તે પાછા શ્રીસંઘમાં ભળી ગયા હતા, એટલે વિ. સં. ૧૯૮૯ થી જ તેમના અસમ્મતપણાની વાત ગણાય. જો કે તે પછી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી શ્રીસંઘમાં ફરીથી ભળી જવાના ઈરાદાવાળા બન્યા હતા, એવું તેમનાં વિ. સં. ૧૯૨ માં સાંવત્સરિક મન્તવ્યભેદ ઉપસ્થિત થવા પામ્યો તે પહેલાંનાં લખાણ ઉપરથી ઘણી સ્પષ્ટ રીતિએ ક૯પી શકાય તેમ છે, પણ તેમને આચાર્ય શ્રી વિજયનેમિસુરિજી આદિનો અણધાર્યો ટેકે એને મળી ગયો કે-બેયનાં મન્તવ્યો જુદાં, પણ ભાદરવા સુદ ૪ ઉદયતિથિએ તે શ્રી સંવત્સરીપર્વને ત્યાગ જ કરનારાં !” અને એથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રીસંઘમાં ભળી જવાને વિચાર માંડી વાળ્યો હોય એમ જણાય છે. એક તે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી શ્રી સંવત્સરી મહાપર્વની ભાદરવા સુદ ૪ ઉદયતિથિને પલટી નાખતા હતા અને આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી આદિએ પણ શ્રી સંવત્સરી મહાપર્વની ભાદરવા સુદ ૪ ઉદયતિથિને પલટી નાખવાની જ (જો કે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મતથી તો જુદી જ) પ્રવૃત્તિ શરૂ કરી; આથી પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ સુવિશાલ મુનિવૃન્દને લાગ્યું કે-જે ભાદરવા સુદ ૪ ની અખંડિતતાના નિમિત્તે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને દૂર કરી દેવાને આપણે ઈરાદે હતું, તે ભાદરવા સુદ ૪ ની વિરાધના કરનારાઓની સંખ્યા એકદમ વધી જવા પામી, એ પ્રતાપ અત્યાર સુધી શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને જે બળતા હૃદયે પણ મચક આપી, તેને જ છે. આથી, હવે તે, પૂર્ણિમાદિ કેટલીક પર્વતિથિઓની હાનિ-વૃદ્ધિ સંબંધી શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને લેશ માત્ર પણ મચક આપવી નહિ અને અજ્ઞાન તથા પરિગ્રહધારી શ્રીપૂના કાલ પહેલાં શાસ્ત્ર તથા સુવિશુદ્ધ પરંપરાને અનુસાર પર્વતિથિઓની આરાધના આદિ વિષયક જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેને સજીવન કરવી ! પૂ. વયોવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, વકીલ શ્રીયુત મેહનલાલ પિપટલાલ B. H. L L. B.એ પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં આ વાત સ્પષ્ટ રૂપમાં જણાવેલી છે. જુઓ તેઓશ્રીના શબ્દ
આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે, પણ અમારા મનને એમ કે-શાસનમાં બધા ઠેકાણે આવશે એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન (અખીલ ભારતવર્ષીય જૈન શ્વેતામ્બર મૃતિપૂજક મુનિસમેલન, વિ. સં. ૧૯૯૦, અમદાવાદ ) થયું તે વખતે આ વાત કરી હતી, પણ તે વખતે તે “આ વિષય આપણી એકલા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ આવેલા છે” એવી વાત કરીને આ વાત પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમે આવી. એ વખતે મેં એકતા માટે પ્રયત્ન કરેલે, પણ એમાં ઊલટું ઉધું થયું અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે–બધાને લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી.”
“જાઓ, લખું ખાય તે ચેપડવાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તે સારું, પણ તે કઈ અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ જ્યારે છેવટ ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org