________________
૧૬૮
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન. ક્રમણ પંદરમે દિવસે ન કરવામાં આવે તે પણ જે દોષપાત્રતા છે–તેના સ્પષ્ટીકરણ માટે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી સિદ્ધચક પાક્ષિકના ચોથા વર્ષના અંક ૧૨ મામાં પૃ. ૨૮૦ ઉપર જણાવેલાં નીચે મુજબનાં વાક્યો પણ દયાનમાં લેવા યોગ્ય થઈ પડશે–
વ્યવહારથી કોધાદિક કવાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એ ચાર ભેદની સ્થિતિ થાવજીવ, વર્ષ, ચાર માસ અને એક પક્ષની ગણવામાં આવે છે, અને તેથી સાધુઓએ કે સાધ્વીઓએ પિતાને થએલા કવાથના કે તેથી થએલા અપરાધના પાપથી વિરમવા માટે જરૂર એક પક્ષમાં તૈયાર થવું જોઈએ કેમકે સામાયિક અને છેદોષસ્થાપનીય ચારિત્ર અગર મહાવ્રત રૂપી સામે ત્યાં સુધી જ ' ટકે કે જ્યાં સુધી પ્રત્યાખ્યાનાવરણીય આદિ પંદર દિવસથી અધિક દિવસ રહેવાવાળા કષાયે થાય નહિ. પંદર દિવસથી અધિક દિવસ રહેવાવાળા કક્ષાએ મુખ્યતાએ અપ્રત્યાખ્યાનાવરણીય વિગેરે જ ગણાય, અને તે અપ્રત્યાખ્યાનાવરણીયના ઉદયે ચારિત્રનો નાશ થાય છે અને તેથી જ તેઓને સર્વવિરતિ આદિના ઘાતક ગણવામાં આવે છે.”
આવી જ રીતિએ એ પણ સમજી લેવાનું છે કે–ચાર માસની ઉપર જવાવાળા કષાય દેશવિરતિના ઘાતક ગણાય અને તેના ઉદયે દેશવિરતિને નાશ થાય છે, એટલે ચાતુર્માસિક પ્રતિ ક્રમણ એક સે વીસમે દિવસે ન કરવામાં આવે, તે આ દેષને પાત્ર બની જવાને મોટો સંભવ છે.
૭. એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે-૧૫, ૧૨૦ અને ૩૬૦ દિવસોની આ ગણના વારોથી કરવાની નથી, પણ તિથિઓથી જ કરવાની છે. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ શ્રી
હચક પાક્ષિકના આઠમા વર્ષના અંક ૨૩-૨૪ માં પુંઠાને ત્રીજા પાના ઉપર તથા પૃ. ૫૦૪ ઉપર નીચે મુજબ જણાવેલ છે –
“ સાંવત્સરિક ખામણામાં જે ત્રણ સાઠ દિવસે કહેવામાં આવે છે તે અહોરાત્રના પર્યાયરૂ૫ દિવસ શબ્દની અપેક્ષાએ નહિ, પરંતુ તિથિની અપેક્ષાએ જ લેખાય. એવી જ રીતે પાક્ષિકમાં પંદર અને ચાતુર્માસિકમાં એકસો વીસ જે કહેવાય છે તે પણ તિથિરૂપ દિવસની અપેક્ષાએ જ સમજી શકાય.”
૮. આ બધી બાબતને યથાર્થપણે સમજી શકનારા સંવિજ્ઞ ગીતાર્થ મહાપુરૂષને, પૂનમઅમાસની વૃદ્ધિએ પહેલી પૂનમે કે પહેલી અમાસે એટલે વરસ્તુતઃ સલમે દિવસે પાક્ષિક પર્વ કરીને પાક્ષિક પ્રતિક્રમણ અગર એક સે એકવીસમે દિવસે ચાતુર્માસિક પર્વ કરીને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની શાએ સર્વથા નિષિદ્ધ કરેલી તથા સંયમાદિની ઘાતક પ્રવૃત્તિ કરવી પડે, તો તે સાલ્યા વિના રહે નહિ? પણ એક તદ્દન ખોટી પણ વસ્તુ સમાજમાં રૂઢ થઈ ગયા પછી તેને દૂર કરવી-એ કેટલું બધું મુશ્કેલીભર્યું કાર્ય હોય છે, તે બુદ્ધિમાને સહજમાં સમજી શકે છે. તેવા પ્રકારની તક અને સામગ્રીની અનુકૂળતા આદિ પ્રાપ્ત થયા વિના, જો તદ્દન બેટી પણ સમાજમાં રૂઢ થઈ ગયેલી પ્રવૃત્તિને દૂર કરવા પ્રયત્ન આરંભાય છે, તે કેટલીક વાર એવું પણ બની જાય એ સંભવિત છે કે-અજ્ઞાન અને રૂઢિચુસ્ત સમાજ તરફથી, તેને કલ્પનામાં પણ ન આવી શકે એવી આપત્તિઓ વેઠવી પડે તેમ જ તે સમાજ તે સાચા પણ માણસને નામશેષ કરી નાખવાને કૂટમાં કૂટ પ્રયત્ન પણ કરે ! એવી એવી આપત્તિઓને સહવાનું સામર્થ્ય દરેકમાં હોય તે શક્ય જ નથી, એટલે સૌ કેઈ જેટલું ખોટું લાગે તેને સર્વકાલ છેડી શકે અને સમાજને તે બેટાને ત્યાગ કરવાનું સરકાલે કહી શકે, એ પણ શક્ય જ નથી. સંવિજ્ઞ ગીતાર્થ મહાત્માઓ પણ પૂર્ણિમા આદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના પ્રસંગે તેરશ આદિની ક્ષય-દ્ધિ કરવાની જે શાસ્ત્રવિરૂદ્ધ અને અનેક દેથી યુક્ત પ્રવૃત્તિ ચાલતી હતી તેને દૂર કરવાને ઈચ્છતા હતા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org