________________
* *
-:
-:-
૩
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ ]
૧૫૭ આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજને જ સ્થાપ્યા હતા અને તેમને જ પાટ ભળાવી હતી, એટલે “જગદ્ગુરૂ આચાર્યદેવ શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની પાટ પર વિજયસેનસૂરિજી અને ઉપાધ્યાય શ્રી સહેજસાગરજી થયા હતા.”—એમ જે કહેવાયું છે, તે ય વિચારણા માગે છે, પણ તેવી અપ્રાસંગિક વિચારણાઓમાં ઉતરવાની અત્રે કશી જ આવશ્યક્તા નથી. કેઈ સ્વતંત્ર પરંપરા છે જ નહિ?
ચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ શરૂ કરેલી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જણાવ્યું છે તેવી, કેઈ સ્વતન્ત્ર પરંપરા છે જ નહિ, કે જે પરંપરાને શ્રી તપાગચ્છમાં વર્તમાન ચારે પ્રકારના શ્રીસંઘને સમુદાય આચરતા હોય. આમ છતાં પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “આ. શ્રી દેવસૂરિજી મહારાજની પરંપરા” હેવાનું અને તે પરંપરાને શ્રી તપાગચ્છમાં વર્તમાન ચારે પ્રકારના શ્રીસંઘને સમુદાય આચરે છે”—એમ જણાવ્યું છે, માટે તેમની પાસેથી આ નીચે જણાવવામાં આવતી બાબતેના સપ્રમાણ ખૂલાસાઓ લેવાની જરૂર છેઃ(૧) આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે કેઈસ્વતન્ચ પરંપરા શરૂ કરી હતી, તો તે પરંપરા કયી છે? (૨) આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે તેવી સ્વતન્ત પરંપરા શરૂ કરી હોય, તે તેમ
કરવાનું કારણ શું? (૩) આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે તેવી સ્વતંત્ર પરંપરા શરૂ કરી હેય, તે તે પરંપરા
શ્રી જિનાગમથી વિરૂદ્ધ છે કે અવિરૂદ્ધ? તેમ જ તત્કાલીન સર્વ ગીતાર્થોએ તે પરંપરાને
સમ્મતિ આપેલી છે કે નહિ? (૪) આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે તેવી સ્વતન્ત પરંપરા શરૂ કરી હોય, તે છતાં પણ
તે પરંપરા શાસ્ત્રની આજ્ઞાથી વિરૂદ્ધ હેય તથા તત્કાલીન સર્વ ગીતાર્થ મહાપુરૂષોએ માન્ય કરેલી ન હોય, તે પણ તેવી પરંપરાને શાસનાનુસારી મહાનુભાએ માન્ય નહિ જ રાખવી
જોઈએ, એ વાત ખરી કે નહિ? " (૫) આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજની સામે તત્કાલીન સંખ્યાબંધ મુનિઓને વિરોધ
હતું કે નહિ? અને જે વિષેધ હતું, તે તે વિરોધ કરનાર મુનિએમાં કઈ પણ “સંવિજ્ઞ
ગીતાર્થ” હતા કે નહિ? દેવસૂર શબ્દ બીનજરૂરી છે:
૧. વળી, આ ચર્ચાને શ્રી વિજયદેવસૂરિ–ગચ્છ પૂરતી મર્યાદિત કરી શકાય જ નહિ. શ્રી જિનાગમ, પંચાંગી અને તેને અનુસરતાં જૈન શાની આજ્ઞાઓને કબૂલ રાખનાર શ્રી તપાગચ્છ હેવાથી, આ ચર્ચાને વધુમાં વધુ મર્યાદિત કરી શકાય, તે તે શ્રી તપાગચ્છ પૂરતી જ મર્યાદિત કરી શકાય. આથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “તપાગચ્છ” શબ્દની પૂર્વે “દેવસૂર’ શબ્દ લખે છે તે અસ્થાને છે. “શ્રી દેવસૂરતપાગચ્છ” તથા “શ્રી તપાગચ્છ”—એ બેમાં સમાનાર્થતા હોય, તે પણ “દેવસૂર” શબ્દ બીનજરૂરી છે અને “શ્રી દેવસૂર–તપાગચ્છ” તથા “શ્રી તપાગચ્છ” -એ બેમાં અસમાનાર્થતા હોય, તે પણ “દેવસૂર” શબ્દ બીનજરૂરી છે કારણ કે-પ્રસ્તુત મન્તવ્યભેદને નિર્ણય શ્રી જૈન શાઆધારે કરવાનું છે, એ વાત સુશ્રાવક કસ્તૂરભાઈ લાલભાઈની હાજરીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org