________________
૧૫૮
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન. નક્કી થયેલી છે. “આણસૂર–તપાગચ્છના વ્યવછેદને માટે “દેવસૂર’ શબ્દ મૂક્યો હોય તે પણ તે બીનજરૂરી છે કારણ કે–અમારા બેમાંથી એક પણ “આણસૂર તપાગચ્છના નથી અને અમારા બે સિવાય આ ચર્ચામાં ત્રીજા કેઈને પ્રવેશ નથી. વળી ‘દેવસૂર’ શબ્દ મૂક્યો છે, તેથી એ આપત્તિ પણ ઊભી થાય છે કે-આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી “સાગરગવછ”ના છે, એટલે તેઓ પણ પિતાના કથનથી જ પ્રસ્તુત ચર્ચાના ક્ષેત્રમાંથી બાતલ થઈ જાય છે. શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિનાં બીજ કેમ વવાયાં?
૧. પિતાના પહેલા મુદ્દામાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ-“ ટીપણામાં પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય તે પણ શ્રી દેવસૂર તપાગચ્છમાં તે હાનિ-વૃદ્ધિ પ્રસંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપવંતિથિની જ હાનિ-વૃદ્ધિ થતી આવે છે”—એવું જે કથન કર્યું છે, તે કથન તથા તે કથનના સમર્થનમાં પહેલા મુદ્દાના નિરૂપણમાંના બીજા અને ત્રીજા ફકરામાં જે કથન કર્યું છે તે કથન પણ, સત્યથી ઘણું જ વેગળું છે. “પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ વિ. સં. ૧૯૧ સુધીનાં છેલ્લાં લગભગ ત્રણ વર્ષ સુધી અખંડપણે ચાલી છે – એમ કહેવાનું દુસ્સાહસ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કરી શક્યા છે, તે તેમના શાસ્ત્રવિરૂદ્ધ એવા પણ મતના આગ્રહીપણાને જ આભારી છે. અન્યથા, તેઓ સત્યને આટલી હદ સુધી અ૫લાપ કરી શકે, એ કેમ જ બને ? આ વિષયમાં, સૌથી વધારે ધ્યાન ખેંચનારી બાબત એ છે કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “લગભગ ત્રણ વર્ષ” કહીને તેની પૂર્વના કાળને કેમ અસ્કૃષ્ટ રાખ્યો છે? પિતાની ત્રણ વર્ષની વાત સાથે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના કાલધર્મને જે છે, એટલે તેઓ શું એમ કહેવાને ઈચ્છે છે કે-પર્વતિથિની ક્ષય-વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ શરૂ કરનાર આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ છે? આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના ગુરૂ આચાર્યદેવ શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉલેખે, તેમના ગુરૂ આચાર્યદેવ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના ઉલ્લેખો અને તેમના પરમ ગુરૂ આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ જેમના સુશિષ્યરત્ન અને પટ્ટધર હતા તે આચાર્યદેવ શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજને ઉલ્લેખ તથા તે મહાપુરૂષના વિદ્યમાનકાળ દરમ્યાનમાં થયેલા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજીના તે મહાપુરૂષોએ અસમ્મત નહિ કરેલા શાસ્ત્રાનુસારી ઉલ્લેખ જોતાં, એ વસ્તુ નિવિવાદપણે સિદ્ધ થાય છે કે-આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીના પૂર્વકાળમાં તે, પર્વતિથિની ક્ષય-વૃદ્ધિના બદલામાં તેની પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની પ્રવૃત્તિ હતી જ નહિ. હવે જે આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તેવી પ્રવૃત્તિ શરૂ કરી હોય, તો તેમને તેવી શરૂઆત કરવાને કર્યું કારણ મળ્યું, તેમની તે શરૂઆતને તત્કાલીન સંવિ ગીતાર્થે સમ્મત થયા કે નહિ, તેમની તે શરૂઆત શ્રી જિનાગમને દૂષિત કરનારી હતી કે નહિ અને તેમણે તેવી પ્રવૃત્તિ રાગ-દે કારણે શરૂ કરી હતી કે નહિ, એ વિગેરે વાતેના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પાસે ખૂલાસા મગાવા જોઈએ અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ તેવી સર્વ વાતના ખૂલાસાઓ સપ્રમાણ આપવા જોઈએ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, જે લખાણને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પિતાના પટ્ટક તરીકે જણાવે છે, તે લખાણને આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org