________________
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૫૫ -વૃદ્ધિમાં જીને, તેવા કલ્પિત ક્ષયના પ્રસંગમાં પૂર્વતિથિએ અને તેવી કલ્પિત વૃદ્ધિના પ્રસંગમાં ઉત્તરા તિથિએ તે પર્વતિથિની આરાધના કરવાનું તમે જે વિધાન કરે છે તેમ જ તેમ કરવા દ્વારા ઉદયતિથિને છોડીને અન્ય તિથિને લેવાનું વિધાન કરે છે, તે શાસ્ત્રની આજ્ઞાથી વિરૂદ્ધ છે કે નહિ? અને તેવું વિધાન કરવું એ જે શાસ્ત્રની આજ્ઞાથી વિરૂદ્ધ નથી એમ
તમે કહેતા હે, તે તેવું વિધાન કરવાનું કયા શાસ્ત્રમાં જ્યાં વચનથી ફરમાવેલું છે? (૭) પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી વાચકના “ પૂર્વ તિથિ રાય, વૃદ્ધો વાર્થી તથા ”
–એ પ્રૉષને અર્થ, કલ્યાણકતિથિઓ આદિ પર્વતિથિઓના વિષયમાં તમે એ કરો છો કે-“આરાધનાને અંગે ક્ષયના પ્રસંગમાં પૂર્વની તિથિને ગ્રહણ કરવી પણ તે દિવસની પૂર્વની તિથિની સંજ્ઞાને ઉડાવી દઈને ક્ષીણ પર્વતિથિની સંજ્ઞા કરવી નહિ અને વૃદ્ધિના પ્રસંગમાં ઉત્તરા તિથિને ગ્રહણ કરવી પણ તે પર્વતિથિની પ્રથમા તિથિની સંજ્ઞાને ઉડાવી દઈને તેની જગ્યાએ પૂર્વની તિથિની સંજ્ઞા કરવી નહિ.” જ્યારે અને ભાદરવા સુદ ૪ ના વિષયમાં તમે એ જ પ્રઘોષને અર્થ એવો કરે છે કે “પર્વતિથિના ક્ષયે પૂર્વ કે પૂર્વતર તિથિને ક્ષય કરે અને પર્વતિથિની વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની વૃદ્ધિ કરવી.” તો આવી રીતિએ
જુદા જુદા અર્થો કરવાનું કયા શાસ્ત્રમાં ફરમાવેલું છે ? (૮) પર્વો તથા ભાદરવા સુદ ૪-એ પર્વતિથિઓની આરાધના કરવાને માટે પર્વદિવસો નક્કી
કરવાના નિયમ જુદા અને તે સિવાયની પર્વતિથિઓની આરાધના કરવાને માટે પર્વદિવસો નકકી કરવાના નિયમે જુદા, આવું તમે માને છે અને કહે છે, તે કયાં જૈન શાસ્ત્રોમાં
એ નિયમભેદ બતાવેલ છે ? (૯) પૂર્ણિમા અને કલ્યાણકતિથિઓ આરાધ્યતાની અપેક્ષાએ અવિશેષ છે, એમ માને છે કે નહિ? આરાધના:
૧. હવે જે “આરાધનામાં પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય”—એને અર્થ એટલો જ હોય કે ક્ષીણ પર્વતિથિની આરાધનાને ઉડાવી દેવાય નહિ અને વૃદ્ધ પર્વતિથિની આરાધના બે દિવસમાં કરાય નહિ” તે એ વાત અમને પણ મંજુર જ છે. અમે એમ જ કરીએ છીએ અને માનીએ છીએ. ક્ષીણ પર્વતિથિની આરાધનાને અમે ઉડાવી દેતા નથી અને વૃદ્ધ પર્વતિથિની આરાધના અમે બે દિવસે એ કરતા નથી. આથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના પહેલા મુદ્દાના નિરૂપણની નેંધમાં “આગમ, પંચાંગી અને બીજાં પણ શાસ્ત્રોના અનેક પૂરાવાઓથી આરાધનામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ ન થાય, એ વિગેરે હકીકત આગળ સાબીત કરી બતાવવામાં આવશે” -એવું જે કહ્યું છે, તે કથન નિરર્થક કરે છે અને એથી તે કથન મુજબને તેમને પ્રયાસ પણ અસંગત અને અસંબદ્ધ પૂરવાર થાય છે. ખે દેખાવ
૧. વધુમાં, મજકુર નેંધમાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એમ પણ જણાવ્યું છે કે“કઈ અન્ય પક્ષ, અન્ય મત કે અન્ય ગચ્છવાળાઓ તરફથી કદાચ કંઈ પણ જુદું લખાણ રજુ કરાય” પણ પ્રસ્તુત મન્તવ્યભેદના નિર્ણયના આ પ્રસંગમાં જે કાંઈ રજૂ કરવાને અધિકાર છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org