________________
૧૫૪
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વાંરાધન .. કે જે તિથિઓને પણ શ્રી જૈન શાસનમાં પર્વતિથિ તરીકે જ ક્રમાવવામાં આવેલી છે પણ કાઈ જ સ્થળે અપર્વતિથિ તરીકે ફરમાવવામાં આવેલી નથી, તે કલ્યાણકતિથિઓ આદિને પર્વતિથિ તરીકે માને છે, તે તે સર્વ પર્વતિથિની આરાધનામાં પણ માને છે કે નહિ?
(૨) જો કલ્યાણકતિથિએ આદિ પર્વતિથિઓની આરાધનામાં માના છે, તે તે પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ પણ માના છે, એથી તમે આરાધનામાં તે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ માની, એમ કહેવાય કે નહિ ?
(૩) જો કલ્યાણકતિથિઓ આદિ પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ માનવાથી, આરાધનામાં પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ માની એમ કહેવાય, તા તમને તમારા મત મુજબ જ આગમ, પંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રોની આજ્ઞાથી વિરૂદ્ધપણે વર્તવાના તથા તેવા જ પ્રચાર કરવાના દોષ લાગે, એમ ખરું કે નહિ ?
(૪) જે કલ્યાણકતિથિએ આદિ પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ માનવા છતાં પણ તથા ટીપ્પનકમાં જે કલ્યાણકતિથિએ આદિ પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ પ્રાપ્ત થઈ હેાય નહિ તેવી પણુ કલ્યાણકતિથિઓ આદિની ક્ષય-વૃદ્ધિને સ્થાપન કરીને તે ક્ષય–વૃદ્ધિને માનવા છતાં પણુ, આરાધનામાં પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ માની'–એમ કહેવાય જ નહિ, તેા પછી ‘આગમ, પંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રોના અનેક પૂરાવાઓથી આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ મનાયજ નહિ ’-એવું તમે જે કહ્યું છે, તે તદ્ન ખાટું છે એમ તેમ જ ટીપણામાં જે કાઈ પર્વતિથિની હાનિ વૃદ્ધિ આવે તે પર્વતિથિની હાનિ–વૃદ્ધિને કબૂલ રાખીને, જે દિવસે તે પર્વતિથિના ભાગવટાની સમાપ્તિ થતી હાય તે દિવસે તે પર્વતિથિને માનવા તથા કહેવા સાથે, તે પર્વતિથિની આરાધના કરનારા શાસનાનુસારિઆને “ (૧) આરાધનામાં પર્વતિથિની હાનિ વૃદ્ધિ માનનારા, (૨) આગમ, પંચાંગી અને બીજાં પણ જૈન શાસ્ત્રોની આજ્ઞાથી વિરૂદ્ધ માનનારા તથા વર્તનારા, (૩) નવા પંથ કાઢનારા, (૪) પર્વના લેાપ કરનારા અને (૫) ખાર પર્વતિથિને બદલે અગીઆર કે તેર પર્વતિથિઓને માનનારા ” વિગેરે વિગેરે તરીકે જે તમે સખાધા છે, તે તમારાં વચના એ કેવળ સ્વચ્છન્દી વચના જ છે, એમ કહેવાય કે નહિ ?
(૫) ‘ટીપ્પણમાં પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ હાય ત્યારે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ ક્ષય–વૃદ્ધિ કરવી જોઇએ’–એવું કહેવા છતાં પણ તમે ઘણી પર્વતિથિઓના વિષયમાં તે મુજબ કરતા, માનતા અને કહેતા નથી તેમ જ જે પર્વતિથિએના વિષયમાં તમે તે મુજબ કરી છે, માના છે અને કહા છે, તેમાં પણ ઘણી પર્વતિથિઓના પ્રસંગમાં તમે પર્વતિથિઓની ક્ષય—વૃદ્ધિના બદલામાં અન્ય ( પૂર્વ કે પૂર્વતર) પણ પર્વતિથિઓની જ ક્ષય-વૃદ્ધિ કરે છે, માના છે અને કહે છે, તા એ વક્રતા વ્યાઘાત છે કે ખીજું કાંઈ ?
(૬) જે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ટીપ્પનકમાં પ્રાપ્ત થઈ નથી તેવી પણ પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ સ્થાપન કરવી, તે પર્વતિથિને અપર્વતિથિ કહેવી અને તેમ છતાં પણ તેની આરાધનાને અંગે “ ચે પૂર્વી તિથિ: હાયાં, વૃદ્ધો હાર્યા તથોત્તા ”–એ પ્રઘાષને કલ્પિતપણે સ્થાપેલી ક્ષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org