________________
...લવાદી ચર્ચોમાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૧૫૩
તિથિઓની ક્ષય–વૃદ્ધિને કાયમ જ રાખે છે. આટલી બધી પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિને કાયમ રાખનાર, તેમ જ માગશર વદ ૧૩ આદિ પચીસ પર્વતિથિએની ટીપ્પણામાં ક્ષય–વૃદ્ધિ પ્રાપ્ત થઈ ન હોય તે છતાં પણુ માગશર વદ ૧૪ કે માગશર વદ ૦)) આદિની ક્ષય–વૃદ્ધિએ તે માગશર વદ ૧૩ આદિ પચીસ પર્વતિથિઓની ક્ષય—વૃદ્ધિ સ્થાપન કરનાર, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, પેાતાના પહેલા મુદ્દાના નિરૂપણની નેધમાં એમ સૂચવે છે કે આગમ-પંચાંગી અને ખીજાં ઘણાં શાસ્ત્રોના અનેક પૂરાવાઓથી આરાધનામાં પર્વતિથિની હાનિ–વૃદ્ધિ ન થાય ” અને પેાતાના મુદ્દાઓના નિરૂપણના શીર્ષકમાં એમ સૂચવે છે કે “ શાસ્ત્ર અને પરંપરાને અનુસારે ટીપણામાં જયારે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય–વૃદ્ધિ કરવી જોઈએ.” અત્રે એ વાત પણ લક્ષ્યમાં રાખવા જેવી છે કે‘ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પોતાનું નિરૂપણ લખતાં પહેલાં ઉપર જણાવેલી પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિ કરતા અને માનતા હતા, પણ પેાતાનું નિરૂપણ લખ્યા પછી તેા, ઉપર જણાવેલી પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિ ટીપ્પનકમાં પ્રાપ્ત થયે છતે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય—વૃદ્ધિ કરવાના અભિપ્રાયવાળા બન્યા છે, એમ પણ નથી જ. ' આ વાત, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પેાતાના સાતમા મુદ્દાના સંબંધમાં કરેલા નિરૂપણથી જણાઈ આવે છે. આથી, તેમણે પેાતાના નિરૂપણના મથાળામાં જણાવેલી એક વાત અને પ્રથમ મુદ્દાના નિરૂપણને અન્તે જણાવેલી ખીજી વાત–ને અંગે એ જ પૂરવાર થાય છે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસારે ટીપણામાં જ્યારે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કરે છે તેમ પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય– વૃદ્ધિ કરવી જોઈ એ ’–એ વાત જો વ્યાજબી હોય, તે ‘ આગમ, પંચાંગી અને બીજાં જૈન શાસ્ત્રોના આધારે આરાધનામાં પર્વતિથિની ક્ષય–વૃદ્ધિ મનાય જ નહિ '–એ વાત ખાટી છે; અને · આગમ, પંચાંગી તથા બીજાં જૈન શાસ્રાના આધારે આરાધનામાં પર્વતિથિની ક્ષય—વૃદ્ધિ મનાય જ નહિ ’– એ વાત આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ જે અર્થમાં કહી છે તે અર્થમાં સાચી હોય, તે ટીપણામાં જયારે પર્વતિથિની ક્ષય વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી કરે છે તે રીતિએ ક્ષય-વૃદ્ધિ કરવી જોઈએ’–એ વાત ખાટી છે.
ખ્વાસાએ લેવા જોઇએ :
6
૧. આથી, પોતાના નિરૂપણના શીર્ષકમાં · શાસ્ત્ર અને પરંપરાને અનુસારે ટીપ્પણામાં જ્યારે પર્વતિથિની ક્ષય—વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી જોઈએ ’–એમ કહેનાર અને નોંધમાં ‘આગમ, પંચાંગી તથા ઘણાં જૈન શાસ્ત્રોના પૂરાવાઓ મુજબ આરાધનામાં પર્વતિથિની ક્ષય વૃદ્ધિ મનાય જ નહિ’–એમ કહેનાર તથા આવી રીતિએ માનવા અને કહેવા છતાં પણુ, ઉપર જણાવ્યા મુજબ સંખ્યામ્બંધ પર્વતિથિઓની ક્ષય–વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય–વૃદ્ધિ નહિ કરતાં, તે પર્વતિથિઓની ટીપ્પણામાં આવેલી ક્ષય વૃદ્ધિને કબૂલ રાખનાર અને જે પર્વતિથિએની ટીપ્પનકમાં ક્ષય—વૃદ્ધિ પ્રાપ્ત થઈ ન હેાય, તેવી પણ પર્વતિથિઓની ક્ષય– વૃદ્ધિને કલ્પિતપણે ઉપસ્થિત કરીને પણ તે પર્વતિથિઓની પાતે કલપતપણે ઉપસ્થિત કરેલી ક્ષય– વૃદ્ધિને કબૂલ રાખનાર–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પાસેથી, પ્રસ્તુત વિષયમાં, કમથી કમ નીચેની ખાખતાના સપ્રમાણ ખૂલાસાઓ લેવાની ખાસ જરૂર છે.
(૧) તમે પાક્ષિક ષટ્ચર્વી અને ભાદરવા સુદ ૪ સિવાયની પર્વતિથિસ્વરૂપ કલ્યાણકતિથિએ આદિને
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org