________________
૯૬
વ્યપદેશના અભાવ કહ્યો અને તે દિવસે ચૌદશજ માનવાની જણાવી છે. માનેા કે હવે તેરશે કલ્યાકપર્વ પણ આવે છે, છતાં તેરશના બ્યપદેશને શાસ્ત્રકારે અભાવ કહ્યો છે, તેમજ તત્ત્વ પૃષ્ઠપ ઉપર આઠમના ક્ષયે સાતમનું ‘વાઘૃત્ત્વ ’ કહીને સાતમ ખસેડીને આઠમ કરવાનું જણાવ્યું છે. સાતમે કલ્યાણકા આવે છે છતાંયે આઠમના ક્ષયે સાતમનું પરાવર્તન કરી આઠમ માનવાનું જણાવ્યું છે, એ શું સૂચવે છે? એકજ વાત જણાવે છે કે -ફરજીયાત તિથિનું પરિસંખ્યાન છે. અને તે ૫સિંખ્યાન મરજીયાતને ખસેડીનેય જાળવવાનું છે. આથી ફરજીયાત અને મરજીયાત પર્વોનું જબ્બર અંતરપણું સ્પષ્ટ થાય છે. સાતમે તપાગચ્છ અને ખરતરગચ્છવાળા બન્નેએ આઠમજ માની છે અને અદ્યાવધિ અવિન્નિ રીતે માને છે.
“ પૂર્વની તિથિને ”
આ મુદ્દામાં તેમણે પંચાગમાં વધેલી પૂર્ણિ માએ (પ્રથમાએ ) ચૌદશ કરનાર તપાગચ્છ સંઘને દોષ આપ્યા છે કે—‘વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માન્યાના દોષ પણ લાગેજ એવું જૈન શાસ્ત્ર ફરમાવે છે.’
એ વર્ષે આપલી આ દોષાપત્તિ દેવસૂર તપાગચ્છ સંઘને નહી પણ એ વર્ગનેજ સંગત થાય છે. કેમકે વૃદ્ધો વાર્યા તથોત્તા ના પ્રધાષ મુજબ ટીપણાની બીજી પૂર્ણિમાજ આરાધનીય છે. જ્યારે એમજ છે ત્યારે હવે પ્રથમા પૂર્ણિમાને શું કહેવું? આ પ્રશ્નના જવાબ પહેલાં પણ જણાવાયા છે અને અત્ર પણ એ છે કે—જૈન શાસ્ત્રાધારે તિથિ કે પર્વતિથિ વધેજ નહીં. કારણ કે દરેક તિથિએ ગણતની ગણનાથી પરિમિત હોય છે. સામાન્ય રીતે તિથિ ૬૧/૬૨ હાય છે. એ વર્ગ નામના ક્ષયે ૮ ~~ ભેળી લખીને પણ જો આઠમજ આરાધે છે, ત્યારે તેા એ વર્ગ જેટલી ઘડી આઠમ હાય અને ‘તે પછીની શરૂ થતી’ નામને વિનષ્ટ એવી અષ્ટમીનું ભાવિ કારણ માનેજ છે! તે પછી આવી યુક્તિ અમને શા માટે આપે છે? હવે ટીપ્પ
Jain Education International
[ જૈન દૃષ્ટિએ તિથિદિન અને પર્વારાધન... ણાનુસાર પર્વતિથિની વૃદ્ધિ વખતે જે તિથિ વધારાની આવી છે, તે તેની પહેલાંની ઘડીએમાંથીજ આવી હોવાથી તે વધારાની તિથિ તે પૂર્વતિથિ છે. જેમકે ચંડાંશુચંદ્ન પંચાગમાં ( હિન્દિ) માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષમાંજ ગુરૂ અને શુક્રવારે એમ બે દિવસ છે. હવે તેમાં માગશર વિદે એકમ ૪૯ ઘડી ને ૪ ૫ળ છે; ખીજ ૫૩ ઘડી અને પર પળ છે. ત્રીજ, ૫૯ ઘડી અને ૬ પળ છે. પહેલી ચેાથ, ૬૦ ઘડી છે. અને ત્રીજી ચેાથ ૪ ઘડી અને ૨૫ પળ છે. એટલે ચાથ એ થઈ છે. તેનું કારણ એકમ આદિ તિથિએને આછી આછી ઘડીએ આવતાં છેવટે ચેાથ વધી ગઇ છે. જૈન ગણતના હિસાબે ૬૧-૬૨ ઘડીવાળી તિથિ હોય છે જ્યારે આ ટીપ્પણામાં ૬૪ ઘડીની ચાથ છે. વસ્તુસ્થિતિ આમ છે ત્યારે તે ચેાથની વધારાની ઘડીએ પૂર્વતિથિમાં લઈ લેવાથી ચાથ એકજ દિવસે શુક્રવારેજ આવશે. અને પહેલી ચેાથે સૂર્યોદય સમયે ત્રીજનીજ ઘડીએ આવે છે. આવીજ રીતે પંચાંગમાં બે પૂર્ણિમા આવે ત્યારે અગીયારશે ૫૦ ઘડી, ખારશે પર ઘડી, તેરશે ૫૬, ચૌદશે ૫૯, પ્રથમ પૂનમે ૬૦, અને બીજી પૂનમે ૪ ઘડી ને ૫૩ પળ છે. હવે પૂનમની જે ૬૪ ઘડી અને ૫૩ પળ થઈ છે તે તેની પૂર્વની તિથિને તે સમયે વાસ્તવિક ચૌદશજ છે. હવે એમ ગણતાં લઈ નેજ થઈ છે. એટલે પહેલી પૂનમે સૂર્યોદય જ્યારે એ ચૌઢશ થાય છે, ત્યારે પહેલી ચૌદશે તેરશનીજ ઘડીએ છે. આથી સાફ વાત છે કે શ્રી વિજ્યદેવસૂર સંઘવાળા જે એ પૂર્ણિમાએ એ તેરશ કરે છે, તે તદ્દન સંગત અને જૈન શાઆધારેજ છે.
હવે તે વર્ષે વૃદ્ધિના વિષય લઈને જે શાપાઠ આપ્યા છે, તે પાઠનું સચાટ નિરસન અમે શાસ્ત્રીય પ્રમાણમાં કર્યું છે. અને એટલેજ તેની અત્ર પુનરાવૃત્તિ ન કરતાં એટલુંજ કહેવું ઠીક થઈ પડશે કે તેમણે આપેલા શાસ્ત્રીય પાઠ તેમના મતને લગારે સાધક નથીજ.
For Personal & Private Use Only
www.jainelibrary.org