SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનમાં અવારનવાર આ રીતે ગીતાર્થ આચાર્યોએ પટ્ટકે કરેલા છે. જ્યારે પણ જૈનસંઘની કે તેના કોઈ અંગની સુવ્યવસ્થા આઘીપાછી થાય, કેઈ સંઘર્ષ કે અસમાધિ પેદા થાય ઉત્સર્ગમાર્ગના પ્રવર્તનમાં કોઈ મુશ્કેલી ઊભી. થઈ ત્યારે ગીતાર્થોએ પટ્ટકરૂપે આદેશ આપીને તે સુવ્યવસ્થાનું પુનઃ નિર્માણ કર્યું છે. સંઘર્ષ અને અસમાધિનું નિવારણ કર્યું છે. ઉત્સર્ગમાર્ગને પુનઃ પ્રવાર્તાવવાને માર્ગ ખડે કર્યો છે. પટ્ટક એટલે પુનઃ મૂળમાર્ગે જવા માટેની પૂર્વભૂમિકારૂપ આપવાદિક આચરણ. સીધા રસ્તે કઈ આપત્તિ હોય તે મોટરને ગૃહસ્થ આડમાગે (ડાયવર્ઝન) લઈ જાય છે, અને પુનઃ સીધા રસ્તે ગાડીને ચડાવી દે છે. અપવાદ માગે એટલે આ ડાયવર્ઝનને રસ્તે. બેશક, મૂળ રસ્તે પાછા આવી જવાના લક્ષવાળે જ આ રસ્તે હોય. મેં પૂર્વે જણાવ્યું છે તેમ (૧) પૂ. સેનસૂરિજી મહારાજાએ સાધવીજીના દીક્ષિત જીવનમાં ઊભી થયેલી અવ્યવસ્થાના નિવારણ માટે તે સમયે પટ્ટક કર્યો હતે. (૨) વિ. સં. ૧૯૯૦ની સાલમાં પિંડવાડામાં થયેલા. સામુદાયિક મુનિ સંમેલને ઠરાવને પટ્ટક કર્યો હતે. (૩) વિ. સં. ૨૦૨૦ની સાલમાં અભિયોગાદિ કારણથી તિથિ અંગેની પિતાની દઢ માન્યતાને અંશતઃ ત્યાગ જણાવતે પટ્ટક હાલમાં મુંબઈમાં વિદ્યમાન પૂજ્યપાદ વ્યા. વાચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy