SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વળી એ વાત તે સર્વમાન્ય હોવાનું જાણમાં આવ્યું કે સાધુના મૃતકની સામે જે કુંડી મૂકવામાં આવે છે તેમાં નંખાતું ધન જીવદયામાં જ વાપરવાની પરંપરા છે. કેમકે જીવદયા નિમિત્તે જ તે વ્યવસ્થા કરાઈ હોય છે. આ ઉપરથી તથા શાન્તિસ્નાત્રાદિ પ્રભુભક્તિના મહોત્સવમાં ય કરાતા જીવદયાના ફાળા ઉપરથી કે જિનના નિમિત્તની મહોત્સવપત્રિકામાં “લિખિત લખવાની આવકને મહોત્સવના ભેજનાદિમાં વાપરવાની સર્વમાન્ય પરંપરા હેવાથી એ વાત સમજાય છે કે ગીતાર્થોની આવી રીતે અન્ય ખાતામાં આવક ઊભી કરવાની સત્તા છે. સંમેલનીય ગીતાર્થોએ સર્વાનુમતિથી આ નિર્ણય લીધો છે. જેઓ મૃતકની ઉછામણીની રકમ જીવદયામાં લઈ જવાને વિરોધ કરે છે તેઓના આધિપત્ય નીચેના મુંબઈના શ્રીપાળનગરમાં પૂ. રવિચન્દ્રસૂરિજી મ. સ.ના કાળધર્મ વખતે બેલાયેલી ચાર લેટીની ઉછામણીની આવક જીવદયામાં લઈ ગયાને એકરાર જાહેર સભામાં શ્રીપાળનગર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીએ કર્યો છે, અને હવે “તે ભૂલ થઈ છે.” એમ કબૂલ કરીને તે રકમ પરત કરવાનું ટ્રસ્ટીમંડળે નકકી કર્યાનું જણાવ્યું છે. હિજી પરત કરે ત્યારે ખરા] આવી કબૂલાત ટ્રસ્ટીશ્રીએ કરી છે એ ઉપરથી સાબિત થાય છે કે મૃતકની ઉછામણુની રકમ જીવદયામાં લઈ જવાની પરંપરાના જ સંસ્કાર ઘણાખરાના હૈયે છે. હેવ જે એમ કહેવામાં આવતું હોય કે, “આ રકમ દેવદ્રવ્યમાં જ જાય છે તેને નથી કેઈ શાસ્ત્રાધાર કે નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy