SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ કામ પૂજારી કરશે તે કાંઈ ઓછું તેફાન નહિ કરે પરંતુ હાલ તે તેને જિનેશ્વરદેવની સાક્ષાત્ ઘેર આશાતનાથી દૂર કરવાનું વિચારાયું છે. ખરેખર તે શ્રાવિકાઓ ભેગી મળીને જે વારા બાંધીને પણ – પિતાના ઘરની જેમ સાફસફાઈ કરે છે તેમ – જિનમંદિરનું બધું જ કાર્ય સંભાળી લે તે પૂજારીને કયાયનું કામ સોંપવું ન પડે. આજ સુધીમાં આ વિષયમાં જાગ્રત અને સચિત કેટલાક શ્રમણએ, શ્રાવકેને તેમનું કર્તવ્ય ખૂબ ખૂબ સમજાવ્યું છે. મંદિરમાં પૂજારીઓને પણ સમજાવ્યા છે, અરે ! ક્યારેક સખ્ત ઠપકાર્યા છે પરંતુ તેનું કઈ વિશેષ પરિણામ આવ્યું જણાયું નથી. આથી જ હવે (તે કાર્ય ચાલુ રાખીને સંમેલનના શ્રમણેએ પૂજારીને કમસેકમ અંગપૂજાથી આઘા રાખવાને અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અહીં એ ગલત પ્રચાર (સંમેલનને વિરોધ કરવાને જાણે કે હૃદયથી નિશ્ચય કર્યો હોય માટે) કરવામાં આવે છે કે, “પૂજારી દ્વારા પૂજા બંધ કરવાનું જણાવીને સંમેલને પાલીતાણામાં પર્વત ઉપરના તમામ પ્રતિમાજીની પૂજા ચોમાસાના સમયમાં બંધ કરાવી દીધી છે. જેના ઘર વગરના ગામડાં વગેરેમાં વાસક્ષેપ પૂજાથી જ ભગવાનની પૂજા કરવાનું જણાવીને ભગવંતની સૈકાઓથી ચાલી આવતી [અષ્ટપ્રકારી] પૂજાવિધિ બંધ કરાવી દીધી છે.” • ' આ બંને બાબતે જૈનસંઘને ભડકાવવા માટે જ પ્રચારાઈ હોય તેમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy