SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પડે. આમ થાય તે શ્રાદ્ધજીતકલપના પાઠને પણ સત્કાર થયે કહેવાય. આ રીતે ગુરૂપૂજનનું ધન વગેરે ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? તે સવાલ ઉપર પ્રમાણે ઉત્તર આપે છે. આગળ ઉપર તે જ સ્થળે બીજે પ્રશ્ન ઊભું કરવામાં આવ્યું છે કે, ‘સેનું વગેરેથી ગુરુપૂજા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે ખરું ? આના જવાબમાં વિક્રમ રાજા અને કુમારપાળ મહારાજાનાં દષ્ટાન્ડે આપ્યાં છે. ત્યાં એમ કહ્યું છે કે, “કુમાર પાળે પૂ. હેમચન્દ્રસૂરિજીનું ૧૦૮ સુવર્ણકમળથી ગુરુપૂજન કર્યું છે. અને ઊંચે હાથ કરીને દૂરથી જ “ધર્મલાભ આપતા સિદ્ધસેનસૂરિજી મહારાજને વિક્રમ રાજાએ દોડ સોનામહોર આપી છે. અહીં જે સવાલ છે, “ગુરુપૂજનનું કોઈ વિધાન છે ખરું?” તે સ્વરૂપમાં છે. તેને જે જવાબ છે તેમાં વિધાન નહિ હોવાથી તે ન જણાવતાં દષ્ટાન્તરૂપે વિક્રમ રાજાની વાત કરી છે. તે વિક્રમ રાજાએ જે કર્યું તે ગુરુપૂજા કરી એમ જ માનવું પડે. આ ઠરાવને વિરોધ કરનાર વર્ગ કહે છે કે, “તે માત્ર પ્રીતિદાન હતું પણ ગુરુપૂજન ન હતું.” એ વાત બરાબર નથી. ગુરુપૂજાના સવાલના જવાબમાં ગુરુપૂજાને જ જવાબ હાય. વળી આથી જ પૂર્વે પણ શ્રાદ્ધજીતકલ્પના પ્રાયશ્ચિત્તના પાઠમાં પણ વિક્રમ રાજાના સુવર્ણદાનને અમુક પ્રકારે ગુરુનિશ્રા કૃત ગુરુદ્રવ્ય તરીકે સ્પષ્ટ જણાવ્યું છે. આમ આ બે ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy