SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યસપ્તતિકા ગ્રન્થની બારમી ગાથાની ટીકામાં સ્પષ્ટ કહ્યું છે કે, જો કે જ્યભેજક ભાવ સંબંધથી ગુરુપૂજનનું ધન વગેરે ગુરુદ્રવ્ય બનતા નથી પરંતુ પૂજ્ય-પૂજા સંબંધથી તે ધન વગેરેથી કરેલું ગુરુ પૂજન તે ગુરુદ્રવ્ય જરૂર બને છે. આ રહ્યા તે શબ્દો: अत्रापि तक्रकौण्डिन्यन्यायेन भोज्यभोजकसम्बन्धेन औधिकौपधिवत् पूजाद्रव्यं न भवति । पूज्यपूजासम्बन्धेन तु तद् (स्वर्णादि द्रव्यं) गुरुद्रव्यं भवत्येव । ત્યાં એ પણ કહ્યું છે કે જે પૂજા સંબંધથી આને ગુરુદ્રવ્ય ન કહીએ તે શ્રાદ્ધજીતકલ્પવૃત્તિ સાથે વિરોધ આવે, કેમકે ત્યાં તે ગુરુપૂજનના દ્રવ્યને ગુરુદ્રવ્ય કહ્યું જ છે. અને તેને ભેગવટો કરનારને તેનું પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવેલ છે. આ ગુરુદ્રવ્યને ઉપગ ગૌરવવંતા સ્થાનમાં વાપરવાનું દ્રવ્ય સપ્તતિકામાં જણાવ્યું છે. એથી નક્કી થયું કે ગૌરવગ્ય સ્થાને સાધુ-સાધ્વી છે. તેમજ તેની ઉપરના દેવ અને જ્ઞાન છે. આ બધે ઠેકાણે તે વાપરી શકાય. વળી દ્રવ્યસપ્તતિકામાં એમ કહ્યું છે કે આ ગુરુદ્રવ્યને જીર્ણોદ્ધાર, નુતન જિનાલય વગેરે સ્થળે વાપરવું. અહીં “વગેરે શબ્દથી જે કે પ્રતિમાને લેપકરણ, આભૂષણ વગેરે લઈ શકાય પરંતુ જિનની અંગપૂજામાં નહિ વા પરવાને ત્યાં જ સ્પષ્ટ આદેશ આપેલ હોવાથી હવે લેપ આદિને “વગેરે શબ્દથી નહિ જ લઈ શકાય. એટલે હવે “વગેરે શબ્દથી સાધુ-વૈયાવચ્ચ જ લેવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy