SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવેલું જલ, અન્ન, વસ્ત્રાદિ અને કનકાદિનું જણાવેલ તપ-પ્રાયશ્ચિત્ત તે કરવું જ પણ તેની સાથેસાથે તે વસ્ત્રાદિ (તથા કનકાદિનું જેટલું મૂલ્ય થતું હોય તેટલા મૂલ્યનું વસ્ત્રાદિ પ્રદાન સાધુકાર્યમા-વૈદ્યને માટે કે જેલ વગેરેમાં પકડાયેલા કે કઈ આપત્તિમાં ફસાયેલા સાધુને બચાવવા માટે–તે સ્થળે કે બીજે સ્થળે પ્રદાન કરવું. ટૂંકમાં તેટલા દ્રિવ્યનું વસ્ત્રાદિદાન પણ તપ-પ્રાયશ્ચિત્તની સાથે સાથે કરવું આ શ્રાદ્ધતકલ્પના શાસ્ત્રપાઠથી સ્પષ્ટ થાય છે કે ગુરુદ્રવ્ય સાધુયાવચમાં જઈ શકે છે. જે ગુરુદ્રવ્ય દેવદ્રવ્યમાં જ જતું હોય તે પ્રાયશ્ચિત્તદાતા ગુરુ તે શ્રાવકને એમ કહેતા કે, “તે જેટલા મૂલ્યના વસ્ત્રાદિ કે કનક આદિને ઉપભેગ કર્યો હોય તેટલી રકમ તું જીર્ણોદ્ધારાદિમાં વાપરી દેજે.” પણ આમ ન કહેતા ગુરુની વૈયાવચ્ચના-વૈદ્યાદિ કાર્યોમાં–તે રકમ વાપરવાની કહી છે, એટલે નકકી થઈ જાય છે કે ગુરુદ્રવ્ય સાધુ વૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય છે વિરોધ કરનારનું આ વિષયમાં જે કહેવું છે કે આ પાઠની ટીકામાં વસ્ત્રાદિના ઉપગનું જ પ્રાયશ્ચિત્ત “વસ્ત્રાદિ. -દાન” છે. પણ કનકાદિના ઉપગનું પ્રાયશ્ચિત્ત અહીં જણાવ્યું નથી.” “આ વાત એકદમ અસંગત છે. મૂળગાથામાં વસ્ત્રાદિ શબ્દ જ હોવાથી ટીકાકારે વસ્ત્રાદિને અર્થ કરતાં વસાદિ અને કનકાદિ એમ કહી જ દીધું છે. હવે આગળ વધીને ટીકાકારે જ્યાં વસ્ત્રાદિ શબ્દ વાપર્યો છે ત્યાં “કનકાદિ શબ્દ નથી વાપર્યો તેનું કારણ તે એ છે કે મૂળ ગાથામાં માત્ર વસ્ત્રાદિ શબ્દ છે અને તેને જ ટીકાકારે ટીકામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy