SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જન્ય હતા, તે પછી શ્રાદ્ધવિધિકારે પિતાના ગ્રંથમાં તેને સ્થાન આપ્યું, તે હવે તે માર્ગોને આપણે શાસ્ત્રીય માનવા કે નહિ? આનું સમાધાન એ છે કે શ્રાદ્ધવિધિકારના સમયમાં ઉક્ત રિવાજોને સર્વમાન્ય પ્રચાર થઈ ગયું હતું. દેરાસરને વહીવટ પણ ઘણે ભાગે શ્રાવકેના અધિકારમાં આવી ગયે હતું. તેથી દેવદ્રવ્યની દુર્વ્યવસ્થા થતી અટકી હતી. મુસલમાના હાથે હજારે દેરાસરે અને પ્રતિમાઓને નાશ થવાથી દેવદ્રવ્યને ખપ વધ્યું હતું અને ઈંદ્રમાલા વગેરેના ચડાવા તે સમયે દેવદ્રવ્યત્પત્તિનાં મુખ્ય સાધને હતાં. આવા સંગમાં શ્રાદ્ધવિધિકારે અશાસ્ત્રીય રુઢ માર્ગોને પિતાના ગ્રંથમાં સ્થાન આપ્યું તે યોગ્ય જ કર્યું છે. દેરાસરના નિર્વાહ માટે કેટલીક વાર શ્રાવક લેકે શાસવિરુદ્ધ માર્ગોને પણ આશ્રય લેતા અને આચાર્યો તેવા કાર્યને નિષેધ કરવાને બદલે મૌન ધારણ કરતા. તેલ વગેરે માનવા વડે આદેશ આપ એગ્ય છે કે કેમ? આ પ્રશ્ન આચાર્ય હીરસૂરિજીને કરતાં તેઓ ઉત્તરમાં જણાવે છે કે, “તેલ વગેરે માનવા વડે પ્રતિકમણદિને આદેશ આપવાને રિવાજ ગીતાર્થોચરિત નથી. છતાં કઈ ઠેકાણે આમ કર્યા વગર મૈત્યને નિર્વાહ થઈ શકે નહિ; તે આ રિવાજ નિવારી શકાય તેમ નથી.” વિજયહીરસૂરિજીનું આ કથન વિચારવા જેવું છે. સુવિહિતેનું આચરણ નથી' એમ કહેવા છતાં તેને નિષેધ કરે પિતે યોગ્ય ધારતા નથી એ શું સૂચવે છે? એ સૂચવે છે કે કારણ પ્રસંગે અપ્રામાણિક પરંપરા પણ ચાલવા દેવી પડે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy