SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પૂજાદેવદ્રવ્યઃ પરમાત્માના ભક્તો એમ સમજતા હોય છે કે જિનપ્રતિમા એ સાક્ષાત્ જિનેશ્વરદેવ ભગવાન છે. આથી જ તેઓને સહુથી વધુ ઉલ્લાસ જિનપૂજા -અંગપૂજારૂપ કે અપૂજારૂપમાં દ્રવ્ય વાપરવાનું હોય છે. ભગવંતની પૂજા માટે જ ભક્ત અનેક રીતે જે ભેટ આપે તે બધું પૂજા-દેવદ્રવ્ય કહેવાય. દુકાનની ભાડાની આવક, લાગાઓ, ખેતરે, રેકડ રકમ, કેસર વગેરે. કે તૈયાર આભૂષણો અથવા તેના માટેનું સોનું કે ચાંદી વગેરેઆવી જે કાંઈ પણ ભેટના રૂપમાં આવક થઈ હોય તે ભાડા વગેરે રૂપમાં ભેટ તે પૂજા–દેવદ્રવ્ય કહેવાય [આ જ બધી ભેટ જે જિનમંદિરના નિર્વાહ માટે આપવામાં આવી હોય તે તે કલ્પિત–દેવદ્રવ્ય ગણાય.] આ રીતે તે મળેલા પૂજાદ્રવ્યને ઉપગ જિનેશ્વરદેવના દેહ ઉપર જ કેસર– પૂજા, આભૂષણ ચડાવવા વગેરેમાં થાય. અને અગ્રપૂજામાં પણ થાય. વળી જિનના દેહમાં આ ભેટ વપરાય તેમ જિનના ગેહ [જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં પણ આ ભેટ વપરાય. [અવ્યવસ્થિત જિનગેહમાં જિનદેહ-જિનપ્રતિમા ન રખાય. એટલે જિનગેહમાં પણ આ પૂજા–દેવદ્રવ્ય ઉપયોગ કરી શકાય.] નિર્માલ્ય દેવદ્રવ્યઃ નિર્માલ્ય બે પ્રકારનાં હોઈ શકે છે. પ્રભુજીને ઘરેલું, ચડેલું કે તેમની સામે મૂકેલું દ્રવ્ય. તે બધું નિર્માલ્ય કહેવાય. એટલે કે વરખાદિને ઉતારો ફળ, ફૂલ, નૈવેદ્ય, વસ્ત્ર, અક્ષાત, રોકડ રકમ વગેરે નિર્માલ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy