SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. ૯૦ અને ૪૪ના ઠરાવમાં ફરક શું છે? સ્વપ્નાદિકની બેલી–ચડાવાની રકમમાંથી [અશકત સ્થળમાં પૂજારીને પગારાદિ નહિ આપવાની વાત કરતાં આચાર્યો કહે છે કે, “પૂજારીને પગાર આપવા માટે કે દેરાસરમાં જરૂરી કેસર વગેરે પૂજા-સામગ્રી માટે બાર માસના કેસરાદિના ચડાવા બેલાવીને સાધારણ ખાતે રકમ જમા કરવી જોઈએ અને તેમાંથી જ પગાર વગેરે આપવા જોઈએ.” જો આમ જ કરવું છે તે તે જ આચાર્યોએ ૯૦ના સંમેલનમાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ [અશક્ત સ્થળમાં આપવાને ઠરાવ શા માટે કર્યો? શા માટે સાધારણ ખાતાની આવકના ઉપાયે જવાનું તે વખતે ન દર્શાવાયું? હવે આજે જ આ હોહા કેમ મચાવી દેવાઈ છે? ૯૦ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગારની સંમતિ આપી છે તે ૪૪'ના આ સંમેલને “કલ્પિત દેવદ્રવ્યમાંથી પગારમાં સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઊહાપોહ કરવાનું કઈ પ્રજન ખરું? બાકી યથાશક્ય સાધારણને ફાળે કરવાની વાત તે સંમેલનને પણ મંજૂર જ છે. એમાં કોઈ વિવાદ નથી. દેવદ્રવ્યના પેટા ત્રણ ભેદ અંગે વિશેષ વિચારણા અવધારણ [આગ્રહપૂર્વકના દઢ સંક૯૫] સાથે દેવને અપિત થતું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય કહેવાય છે. આવા દેવદ્રવ્યના ત્રણ પ્રકાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy