________________
પ્રભુજીની અંગપૂજામાં ન થઈ શકે, તેમ પૂજા–દેવદ્રવ્યને ઉપગ કપિત દેવદ્રવ્યની જેમ જિનમંદિરને લગતાં સર્વ કાર્યોમાં ન થઈ શકે.
કેમકે કલ્પિત દેવદ્રવ્યમાં જ દેરાસર અંગેના સર્વ કાર્યમાં ઉપગ કરવાનું જણાવેલ છે. પૂજા દેવદ્રવ્યમાં આવું વિધાન નથી.
જે દેવદ્રવ્યના ત્રણ પેટાખાતાઓ વહીવટે ચોપડે જુદા પાડી દેવામાં આવે તે આ અંગેના વિવાદોનું શમન થઈ જાય.
હવે વિવાદની મુખ્ય વાત ઉપર આવીએ, જે કપિત દેવદ્રવ્ય સંબંધમાં છે. એક વાત સહુ ધ્યાનમાં રાખે કે દેવદ્રવ્યનું નિરૂપણ કરતી જે ચાર ગાથાઓ ઉપર જણાવી છે તે ગ્રન્થ સાતમી સદીને છે. એ સમયમાં શ્રાવકે જિનાલયનાં સર્વ પ્રકારનાં કાર્યો ભવિષ્યમાં કાયમ માટે સારી રીતે ચાલતાં જ રહે તે માટે રીઝર્વ-ફડ (નીવિધન) મૂક્તા. તેની પાછળ તેમની કલ્પના હતી કે આ ઘનથી મંદિરને લગતાં તમામ કાર્યોને નિર્વાહ થાઓ. આથી આવી નિર્વાહની કલ્પનાથી મુકાતા ધનને કલ્પિત (ચરિત) ધન કહેવાતું. કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું.
ચૈત્યવાસના સમયમાં કેટલાક સાધુઓ ચૈત્યવાસી” બન્યા. ચૈત્યની દેવદ્રવ્યાદિ રકમેને કબજે તેમણે લીધે. તેને વહીવટ તેઓ જ કરવા લાગ્યા. એમાં કાલાન્તરે ગેરવહીવટ પણ ચાલુ થયે. આ બધી બાબતે સામે સંવિગ્ન આચાર્યોએ સખ્ત વિરોધ ઉઠાવ્યું. આથી સારા શ્રાવકોએ દેરાસરજીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org