________________
ધ્યાનદીપિકા
[ ૪૫ ]
=
=
કરનારાને
કા તરીકે ચિ આ
મના
કરનારવિદ્યાધરો તેઓ પણ મરણના પાશમાં સપડાઈ અનાથ અશરણ થઈ પરલોકમાં ગમન કરે છે, તેમને કેઈનું શરણ નથી. કરોડે મનુષ્યો પર હુકમ ચલાવનારાઓ લા ગામો ઉપર અમલ કરનારાઓ હજારો શત્રુઓના જાન લેનારાઓ અને દુનિયામાં અક્રેત યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન ચક્રવતી જેવા લાખો રાજામહારાજાઓ આ યમરાજાની રણભૂમિમાં એવી લાંબી શય્યા પર પોઢ્યા છે કે તેમના નામનિશાનનો પણ પત્તો નથી.
જેઓ મેટાં સિહાસને શોભવતા હતા તેવા અનેક વીરે રાણીજાયાઓએ પણ છેવટે સ્મશાનભૂમિને જ શોભાવી છે. અર્થાત્ સ્મશાનભૂમિને જ આશ્રય લીધો છે. શરણાગત વત્સલના બિરુદ ધરાવનારા વીર પુરુષો ક્યાં ગયા? કાળના ઝપાટામાંથી કોણ બચ્યું છે? “હું તમારું રક્ષણ કરીશ” આવા વચને આપનારા વીરને ક્યાં છુપાઈ ગયા? ઓ પામર મનુષ્ય કીડાઓ તમે શું કરી શકે તેમ છો? તમારા પોતાના બચાવને પણ ઉપાય કરી શકતા નથી તે તમે શાનો ગર્વ ધરાવો છો ? આ ધન, ધરા, દારા વિગેરેએ કેઈનો બચાવ કર્યો છે ખરો કે? શા માટે તેમાં મમત્વ ઘર છો?
કેના આશયથી નિશ્ચિત થઈને એશઆરામ કરો છો? ચેતે ! અને તમારા બચાવના ઉપાય શોધ !! જ્યાં આશા બાંધી છે ત્યાંથી તો અવશ્ય નિરાશા જ મળશે. મનુષ્યોથી વધારે શક્તિ ધરાવનારા ગગનગામી વિદ્યાધરો! તમારી પણ આ જ સ્થિતિ છે. તમારી ગગનગામી શક્તિરૂપ પરાવર્તન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org