________________
યાદીપિકા
[ ૩૮૭ ]
ચંચળપણું ન હોય પણ પ્રબળ સ્થિરતા હોય, પવન વિનાના સ્થાનમાં રહેલ દીપક કે સમુદ્રની માફક સ્થિરતા હોય. અહીં વિચાર છે પણ તે સૂમ છે, તથા અનંત વિચારોનો સમાવેશ એકમાં કરાતો હોય તે નહિ જે વિચાર હોય.
અવધિ તથા મન:પર્યવ જ્ઞાનનો ઉપયોગ છે તે પરાનુયાયી છે. કેમ કે તેને વિષય રૂપી દ્રવ્યનો છે પણ આ ધ્યાન તે આત્માનુયાયી છે. વિષય અરુપિ આત્મદ્રવ્ય છે. આ ધ્યાનથી નિમલ કેવળજ્ઞાન થાય. આ ધ્યાન સ્થિરપરિણામી છે. તેમાં મને સંકલ્પ વિકલ્પ વિનાનું હોય છે. આ ધ્યાન અત્યારે ભલે ન હેય પણ તેની ઉમેદવારી-પ્રેકિટસ કરવામાં કાંઈ અડચણ નથી.
આ શુક્લધ્યાન પૂર્વગત શ્રુતવાળાને જ હોય છે તે કાંઈ નિયમ નથી. શ્રીમતિ મારુદેવાજી માતા. માસતુષ અને ગૌતમ સ્વામીએ પ્રતિબંધેલા પંદરસે તાપસ ઈત્યાદિને પૂર્વે તો શું, પણ તેના નામની પણ ખબર ન હતી છતાં કેવલજ્ઞાન પામેલા છે. એટલે ખાસ પૂર્વના જ્ઞાનવાળાને જ શુક્લ યાન હોય તે કાંઈ આગ્રહ કરવા જેવું નથી. કેવળ આત્માની શુદ્ધ શ્રદ્ધા, આત્મલાગણી, આત્મધ્યાન, ઈત્યાદિની મુખ્ય જરૂર છે. વિષય કષા શાંત થવા જોઈએ, સમભાવ આવવું જોઈએ અને સ્વરૂપસ્થિરતા જાણતાં કે અજાણતાં થવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org