________________
[ ૩૮૬ ]
માનદીપિકા
કરતા જવું, જેમ કે અનેક દ્રવ્યોની વિશેષ જાતિને સામાન્ય . એક દ્રવ્યમાં સમાવવી. આત્માના અનંત ગુણોને એક આત્મામાં સમાવેશ કરે, અનંત આત્માઓને એક સત્તા સામાન્ય આત્મામાં સમાવેશ કરે, અને અનેક દ્રવ્યની સામાન્ય જાતિઓનો એક મહાસત્તા સામાન્યમાં સમાવેશ કરે.
અથવા પર્યાય ગુણ વિષે સમાવેશ કરે, ગુણને પર્યાય વિષે અને ગુણપર્યાયને દ્રવ્ય વિષે સમાવેશ કરે. ગુણપર્યાની વિવિધતા હું જ છું, તે આત્માના ગુણપર્યાય મારાથી ભિન્ન નથી, જે શુદ્ધ આત્મા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, એમ કરી બન્નેની એકતા સાધવી. અથવા મહાસત્તા સામાન્યની અપેક્ષાએ એક સત્ છે. અને તે હું છું. આ ધ્યાન એકપણે, સ્વરૂપતન્મયપણે
કરવું.
વિતર્ક એટલે કૃતજ્ઞાનના અવલંબનપણે સર્વને મહાસત્તા–સામાન્યમાં સમાવેશ કરે,
અપ્રવિચાર, વિક૫રહિત-સમયાંતરવાળા દર્શન, જ્ઞાન જેટલું પણ અંતર-કે વિકલ્પ ન કરતાં એકરસ-નિર્વિકલ્પસ્થિતિને અનુભવ કરે. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેને પણ એક જ આત્મામાં સમાવેશ કરી દઈ સ્વરૂપ સ્થિરતામાં જ વિશ્રાંતિ લેવી. આ ધ્યાનમાં ત્રણે યોગો વિશુદ્ધ હોય. વિચાર પણ ઘણું જ મંદ હોય, મનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org