________________
[ ૩૮૪ ]
ધ્યાનદીપિકા
શુક્લધ્યાન સિદ્ધ થાય છે.
તે શુકૂલધ્યાનના ચાર ભેદ છે. ૧ પૃથફવિતર્ક સપ્રવિચાર. ૨ એકવિતર્ક અપ્રવિચાર, ૩. સૂક્ષમક્રિયા અપ્રતિપાતિ. ૪ ઉચ્છિન્નક્રિયા અનિવૃત્તિ.
પૃથક્વ-ભિન્ન-ભિન્ન-જુદી વહેંચણી કરી નાખવી. જીવથી અજીવને જુદો પાડે, વિભાવથી સ્વભાવને જુદે પાડે, આત્મદ્રવ્ય અને તેના પર્યાયે તેને પૃથક્ વિચાર કરે, પર્યાયને ગુણથી જુદો કરે, ગુણને પર્યાયથી જુદા કરે, ગુણ પર્યાયને દ્રવ્યથી જુદા કરવા, સ્વધર્મથી ધમતરને ભેદ કરે તેને પૃથકૃત્વ કહે છે.
વિતર્ક એટલે શ્રુતજ્ઞાનાદિ ઉપગ. તે વડે નાના પ્રકારના સાત નય દ્વારા આત્માને વિચાર કરવા. રૂપ થતજ્ઞાન ચિંતવવું. દ્રવ્યાર્થિક નય દ્વારા આત્મસ્વરૂપને ઊહાપોહ કર. સાતે નયે ભિન્ન ભિન્ન આત્મસ્વરૂપ વિચારવું વિચાર દ્વારા તે તે નયની ભૂમિકાને અનુભવ કરે.
સપ્રવિચાર-વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમ-પ્રવેશ કરે. અર્થ એટલે દ્રવ્ય વ્યંજન એટલે શબ્દ અને યોગ એટલે મન, વચન, કાયા એ ભેદવાળું ધ્યાન તે સવિચાર ધ્યાન.
જેમ કે આત્મા એ અર્થ-દ્રવ્ય છે, આત્મા દ્રવ્યના વાચક અક્ષરે તે વ્યંજને છે, અને જેના વડે, જેમાં ઉચ્ચારણ કરાય કે ચિંતન કરાય છે તે મનવચનાદિ યોગ છે. અથવા હું શુદ્ધ આત્મા છું આ અક્ષરે. તે અક્ષરે જેના વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org