________________
[ ૩૮૨ ]
ચાનંદીપિકા
સમાધાન આ પ્રમાણે છે કે આખા શરીરમાં ઝેર વ્યાસ થઇ ગયુ` હાય છે તે પણ મત્રના ખલ વડે તે ઝેરના અણુઆને રાકીને, પાછા ખે’ચીને ડ‘ખ ઉપર લાવી શકાય છે, અને વિશેષ મંત્રપદા વડે 'ડ'ખમાંથી પણ ઝેર દૂર કરી શકાય છે, તેમ ત્રણ ભુવનરૂપ શરીરના અવલંબનવાળું મન તે જન્મમરણનું કારણુ હાવાથી ઝેર તુલ્ય છે. તે વિષને જિનવચનરૂપ ધ્યાનના સામર્થ્યવાળા મત્રખળથી પરમાણુ ઉપર રાકી શકાય છે અને આત્માની અનંતશક્તિ-અર્ચિત્ય શક્તિ-હોવાથી પ્રયત્ન વડે તે પરમાણુ ઉપરથી પણ દૂર કરી આત્મસ્વરૂપે થઇ રહેવાય છે.
અથવા જેમ ખળતા લાકડાના ઢગલામાંથી લાકડાં કાઢી લેતાં અગ્નિ મદ્ થઈ જાય છે અને જે લાકડાં મળતાં હતાં તે, અગ્નિ હવે ખાળવા લાયક પદાથ જ ન હેાવાથી અનુક્રમે બુઝાઈ જાય છે. આ જ દૃષ્ટાંતે મન એ જ દુઃખરૂપ દાહનુ' કારણ હાવાથી અગ્નિ, વિષયરૂપ લાકડાં વિનાના થતાં રહેતાં–થાડા વિષયરૂપ પરમાણુ ઉપર આવી રહે છે, અને તેટલા પણ વિષય લઈ લેવાથી મન–અગ્નિ શાંત થઈ જાય છે.
અથવા પાણીની ભરેલી ટાંકી કે ઘડામાંથી પાણી ધીમે ધીમે એછુ' થતુ' ચાલે છે, અથવા તપાવેલા લેાઢાના વાસ ણમાં રહેલુ પાણી ધીમે ધીમે ઓછુ થતુ' જાય છે તેમ જ અપ્રમાદ અથવા આત્મજાગૃતિરૂપ અગ્નિથી તપેલુ જીવરૂપ વાસણમાં-વાસણના આધારે રહેલુ, ચેાગીઓના મનરૂપ પાણી અનુક્રમે શાષાઇ-સુકાઈને નાશ પામે છે. આવી રીતે
Jain Education International
;
For Personal & Private Use Only
www.jainelibrary.org