________________
[ ૩૮૦ ]
ધ્યાનદીપિકા
હોય તે જ ચારિત્ર હોય છે. ક્ષમાદિ ગુણે જ ચારિત્રનું જીવન છે. તે જે ચાલ્યા ગયા હોય તે ચારિત્ર, જીવ વિનાનું કલેવર- મડદુ જ છે. આ ક્ષમાદિના આલંબન દ્વારા સૂકમ ધ્યાનમાં પ્રવેશ કરાય છે અને શુક્લ ધ્યાન પ્રાપ્ત . થાય છે.
આ કેધાદિ કષાયને જીતવા માટે સર્વત્ર સત્તાગત શુદ્ધ આત્મદષ્ટિ રાખવી વગેરે જે કાંઈ કહેવામાં આવ્યું છે તે એક સાધન છે-શત્રુને મારવાનું હથિયાર છે. કયા મનુષ્ય કર્યું હથિયાર વાપરવું, એ કાંઈ ચક્કસ નિર્ણયથી કહી શકાય નહિ. બધા મનુષ્ય કે અધિકારીઓએ એકસરખી જાતનાં જ હથિયાર કે સાધને વાપરવાં એ પ્રતિબંધ કોઈ પણ જ્ઞાનીએ કર્યો જ નથી. કર્મક્ષય કરી, નિર્વાણમોક્ષ પ્રાપ્ત કરવાના અસંખ્યાત માર્ગો છે એમ જ્ઞાની પુરુષોએ પિતાના જ્ઞાનમાં દીઠું છે. તેથી અમુક જ માર્ગ લેવાથી મેલ થાય અને બીજે રસ્તે ન જ થાય એમ કહેવું તે મિથ્યા છે, ભ્રમણા છે. પણ એટલું જ ધ્યાન આપવાનું છે કે ગમે તે પ્રગથી, સાધનથી, વિચારથી, આલંબનથી, કે પ્રવૃત્તિથી કમેને ક્ષય થાય છે કે નહિ, કર્મ શત્રુ મરે છે કે કેમ, તે જોવાનું છે. અને જે તે સાધનથી કમ ઓછાં થતાં હોય, પરમશાંતિ અનુભવાતી હોય તો તે સાધન તેને પિતાને માટે ઉપયોગી છે એમ માનવું પણ આ જ સાધન બધાને ઉપાગી છે. બધાએ આ પ્રમાણે જ કરવું, એ આગ્રહ ન કરે. કારણ, દરેકનાં કર્મ એકસરખાં નથી હોતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org