________________
ધ્યાનદીપિકા
[ ૩૫૩ ]
ભાવાર્થ–સૂર્યનાં કિરણે જુદા જુદા પૃથ્વીના ભાગ ઉપર પડે છે, ત્યારે તેમાં રહેલી ગરમીનું બળ બધા ભાગમાં વહેચાઈ જતું હોવાથી સર્વ સ્થળે વધારે તાપ લાગતું નથી, પણ તેનાં તે જ સૂર્યનાં કિરણોને એક કાચ ઉપર એકઠાં કરવામાં આવે છે ત્યારે તેની નીચે મૂકેલી વસ્તુને પણ બાળી નાંખે છે. આ બળ કયાંથી આવ્યું? મૂળ સૂર્યનાં કિરણેમાં જ તે બળ હતું, પણ જુદું વિખરાઈ જતું હોવાથી તેનું બળ જણાતું નહોતું કે જે એકત્ર કરવાથી પ્રગટ થયેલું જણાય છે.
આવી જ રીતે મનમાં પણ મહાન સામર્થ્ય છે. આ સર્વ સામર્થ્ય આત્મારૂપ સૂર્યમાંથી આવે છે. મનમાં અનેક વૃત્તિઓ ઉત્પન્ન થતાં તે મનમાં આવેલું બળ જુદા જુદા કામોમાં, વિચારોમાં વિખરાઈ જાય છે. તે જ મને બળ જે એક વસ્તુ ઉપર જ એકઠું કરવામાં આવ્યું હોય તે તે પ્રબળ મનથી ધારીએ તે કામ સિદ્ધ કરી શકાય છે. સંકલ્પ કરે તે પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય છે. હજારો મનુષ્યોથી જે કામ ન થાય તે એકત્ર થયેલી મને શક્તિના એક સંકલ્પથી સિદ્ધ થાય છે. ટૂંકમાં કહીએ તે પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જેવાં મહાભૂતના ઉપર પણ સામ્રાજ્ય સ્વતંત્ર સત્તા મેળવી શકાય છે, તે પછી મનુષ્ય કે તેવાં જ જાનવરો ઉપર સત્તા મેળવવી તે કાંઈ મુશ્કેલ જેવું છે જ નહિ, - આ સર્વ સત્તા, શક્તિ, એકાગ્રતાવાળા ધ્યાનથી આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org